ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
મહાનગર મુંબઈમાં બોરીવલી સહિત વિવિધ પરામાં મેટ્રોનું બાંધકામ પુરજોશમાં ચાલુ છે. આ બાંધકામ દરમિયાન બોરીવલી પૂર્વના માગાથાણે પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ચાલતા મેટ્રો સ્ટેશનના બાંધકામ વચ્ચે એક સળિયો નીચેથી પસાર થતી એક રિક્ષા પર પડ્યો હતો.
ગઈકાલે બનેલી આ દુર્ઘટનામાં રિક્ષાવાળાને ઈજા થઈ છે, પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો છે. રિક્ષાચાલક તૌફિક ઘાંચીને સારવાર માટે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરાયો છે. તૌફિકના ભાઈ સાદિકે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “ગઈકાલે સવારે ૯.૩૦ વાગ્યે મારો ભાઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મેટ્રો સ્ટેશનના બાંધકામની નીચેથી પસાર થતો હતો ત્યારે ઉપરથી એક સળિયો તેની રિક્ષા પર પડ્યો હતો. એનાથી રિક્ષાની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી અને ભાઈને ઈજા થઈ હતી.”
યોગેશ સાગર, અતુલ ભાતખલકર, આશિષ શેલાર સહિત ભાજપના આ ધારાસભ્યો સસ્પેન્ડ થયા.
આ અંગે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA)ના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કૉન્કૉર્સ લેવલ પરથી એક ટાઇલ રિક્ષા પર પડી હતી. એને કારણે રિક્ષાવાળાને ઈજા થઈ હતી. મેટ્રો સ્ટેશનના કૉન્ટ્રૅક્ટરના કર્મચારીઓ રિક્ષાચાલકને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. કૉન્ટ્રૅક્ટર રિક્ષાને થયેલા નુકસાન ભરપાઈ કરવાની અને ડ્રાઇવરની સારવારના ખર્ચની જવાબદારી સંભાળશે.”