Site icon

Mumbai: મહાલક્ષ્મી રેસકોર્સ સાઇટ માટે લેવાયો મોટો નિર્ણય, હવે BMCને આટલા એકર જમીન આપવા માટે રાજ્ય સરકારની મળી મંજૂરી..જાણો વિગતે..

Mumbai: 1914માં આ જગ્યા રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને 99 વર્ષની લીઝ પર આપવામાં આવી હતી. બાદમાં 2013માં કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો હતો. જે બાદ આ જમીન પર થીમ પાર્ક બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં થીમ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓનો સમાવેશ થાય છે. આ દરખાસ્તને રાજ્ય સરકારે હવે મંજૂરી આપી દીધી હતી.

Big decision on Mahalakshmi race course site, 120 acres of race course land finally in the possession of the municipality, will now become a huge central park

Big decision on Mahalakshmi race course site, 120 acres of race course land finally in the possession of the municipality, will now become a huge central park

News Continuous Bureau | Mumbai

 Mumbai: મહારાષ્ટ્ર સરકારે આખરે મહાલક્ષ્મી રેસકોર્સની ( Mahalakshmi Race Course ) 120 એકર જમીન મુંબઈ મહાનગર પાલિકા ( BMC ) ને સોંપવાની મંજૂરી આપી દીધી છે . મહાલક્ષ્મી રેસ કોર્સના 120 એકરનો ઉપયોગ હવે પાલિકા સેન્ટ્રલ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓ માટે કરવામાં આવશે.  

Join Our WhatsApp Community

1914માં આ જગ્યા રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને 99 વર્ષની લીઝ પર આપવામાં આવી હતી. બાદમાં 2013માં કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો હતો. જે બાદ આ જમીન પર થીમ પાર્ક ( Central Park ) બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં થીમ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓનો સમાવેશ થાય છે. આ દરખાસ્તને રાજ્ય સરકારે ( Maharashtra Government ) હવે મંજૂરી આપી દીધી હતી. થીમ પાર્ક બનાવવા માટે આ જમીન મુંબઈ મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરવી જરૂરી હતી. જે 211 એકરની જગ્યા છે. તેમાંથી હવે 91 એકર ટર્ફ ક્લબને ( Turf Club ) આપવામાં આવશે, જ્યારે બાકીની 120 એકર મુંબઈ મહાપાલિકાને ટ્રાન્સફર કરવામાં આવશે. 

 Mumbai: આ રેસકોર્સની જાળવણી અને બાકીની જમીન પર મુંબઈવાસીઓ માટે સેન્ટ્રલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે…

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ મંજુરીથી હવે મુંબઈવાસીઓ માટે અહીં ( Theme park ) થીમ પાર્ક, ગાર્ડન અને ઓપન સ્પેસ જેવી સુવિધા ઉપલબ્ધ થશે. 

આ સમાચાર પણ વાંચો : Special Train : અન્ય સૂચના સુધી પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબરો યથાવત રહેશે

રાજ્ય સરકારે મુંબઈ મહાપાલિકાને જમીન પાછી આપી હતી. છેલ્લા 10 વર્ષથી આ જમીનની મંજુરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મંજુરી મળી ગયા બાદ હવે પાલિકા આ રેસકોર્સની જાળવણી અને બાકીની જમીન પર મુંબઈવાસીઓ માટે સેન્ટ્રલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે પરવાનગીઓ મેળવવામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ તેના માટે હવે ભંડોળ ફાળવ્યું છે. 

 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version