Site icon

મોટા સમાચાર, ફટાકડા પર મુંબઇમાં પ્રતિબંધ.. માત્ર અનાર, કોઠી જેવા ફટાકડા જ ફોડી શકાશે.. વાંચો શુ છે સરકારી આદેશ… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

09 નવેમ્બર 2020

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળી નિમિત્તે  રાજ્યમાં ફટાકડા ફોડી શકાશે નહીં. ત્યારબાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ મુંબઈમાં જાહેર સ્થળોએ ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચેપી રોગો નિયંત્રણ અધિનિયમ, 1897 હેઠળ ઉલ્લંઘન અંગે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 અને અન્ય લાગુ કાયદા અને આનુષંગિક નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલા પરિપત્ર અનુસાર શહેરમાં જાહેર સ્થળોએ મોટા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ હોટલ, ક્લબ, જીમખાના, સંસ્થા કે ગ્રાઉન્ડના પરિસરમાં ફટાકડા ફોડવાની મંજૂરી નથી. માત્ર 14 નવેમ્બરના રોજ લક્ષ્મી પૂજાના દિવસે જ ઘર અને મકાનના પરિસરમાં હળવા ફુલઝાડી, અનાર, તનકતારા જેવા ફટાકડા જ ફોડી શકાશે. 

સેનિટાઈઝર જ્વલનશીલ હોવાને કારણે પાલિકાએ ફટાકડા સળગાવતા કે લાઇટિંગ કરતી વખતે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. ફટાકડા ઉતારતી વખતે સેનિટાઇઝરની બોટલ ન રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. પાલિકાએ સેનિટાઈઝરને બદલે હાથ ધોવા માટે સાબુનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું છે.

મુંબઇમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ફટાકડા વેચનારાઓને જોરદાર ફટકો પડશે. દર વર્ષે મરીન ડ્રાઇવ વિસ્તારમાં ફટાકડા ફોડવા માટે જ લાખો લોકો આવે છે, પરંતુ આ વર્ષે પાલિકાના આદેશને કારણે પ્રતિબંધને કારણે વિક્રેતાઓ ને મોટી ખોટ જશે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version