News Continuous Bureau | Mumbai
Gokhale Bridge: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજની એક બાજુ ખોલવાનો આખરે બીએમસીને ( BMC ) સમય મળી ગયો છે, જે થોડા મહિનાઓથી અટવાયેલો છે. આ બ્રિજ હવે આજે સોમવારે સાંજે છ વાગ્યે શહેરના પાલક મંત્રી દીપક કેસરકર ( Deepak Kesarkar ) અને ઉપનગરના પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાના ( Mangal Prabhat Lodha ) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. એવી એક નિવેદનમાં અધિક મ્યુનિસિપલ કમિશનરે આ માહિતી આપી હતી.
અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ માળખુ નબળુ પડી જવાને કારણે નવેમ્બર 2022 થી ટ્રાફિક ( Traffic ) માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે અંધેરી પૂર્વ અને પશ્ચિમ તેમજ વિલેપાર્લે, જોગેશ્વરી વિસ્તારમાં ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે શહેરીજનોએ પુલનું કામ ઝડપથી થાય તેવી માંગ કરી હતી. બ્રિજનું કામ 1લી એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ રેલવે હદમાં બ્રિજનું કામ કોણ કરશે તે મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેમાં ઉપનગરીય પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાએ પશ્ચિમ રેલવે ( Western Railway ) અને મુંબઈ પાલિકાના બ્રિજ વિભાગના અધિકારીઓ સાથે આ બાબતની તપાસ કરી હતી. બેઠક બાદ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બ્રિજનું કામ પાલિકા કરશે. ત્યારબાદ નગરપાલિકાએ 2 ડિસેમ્બર 2023ના રોજ પ્રથમ ગર્ડર લગાવ્યું હતું. તેમજ પુલ પાસેના એપ્રોચ રોડના કામો પણ પૂર્ણ કર્યા હતા.
આ પુલ કુલ ચાર લેન ધરાવે છે…
દરમિયાન, બ્રિજની એક બાજુ મે 2023માં ટ્રાફિક માટે ખોલવાની યોજના હતી. ત્યારે બ્રિજના નિર્માણ ( Bridge construction ) માટે જરૂરી સ્ટીલની અછતના કારણે થોડા સમય માટે કામ અટકી પડ્યું હતું. જે બાદ સંબંધિત સ્ટીલ ફેક્ટરીમાંથી લોખંડની પ્લેટો આપવામાં આવી હતી. જો કે, ભારે વરસાદને કારણે અંબાલામાં ફેબ્રિકેશન ફેક્ટરીમાં પાણી ઘૂસી ગયું હતું, જેનાથી ગર્ડર બને છે. તેથી ગર્ડરના કામની મુદતમાં લગભગ 15 થી 20 દિવસનો વધારો થયો હતો. ત્યાર પછી ગર્ડર્સના સ્પેરપાર્ટ્સને બ્રિજના નિર્માણ સ્થળ પર લાવવામાં આવ્યા હતા અને જૂન 2023 માં સ્થાપ્ત્યનું કાર્ય શરૂ થયું હતું. ગર્ડરો તૈયાર કરવામાં વિલંબને કારણે પુલની આગળની કામગીરી અટકી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : Nafe Singh Murder: INLD હરિયાણાના પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યા, ઝજ્જરમાં હુમલાખોરોએ ગોળી મારી
ઉલ્લેખનીય છે કે આ પુલ કુલ ચાર લેન ધરાવે છે અને તે વેસ્ટર્ન એક્સપ્રેસ વે, અંધેરી પૂર્વથી એસ. વી. રોડ, અંધેરી વેસ્ટને જોડે છે. તેલી ગલીને જોડતી લેન પણ આ પુલ પર છે. ગોખલે બ્રિજનો બીજો સેક્શન ડિસેમ્બર 2024 સુધીમાં પૂરો થઈ જશે એટલે ડિસેમ્બરના અંત સુધીમાં આખો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવશે, એવું પ્રથમ બીએમસી તરફથી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટેકનિકલ કામોને કારણે બે ત્રણ વખત જાહેરાત કરાયેલ તારીખ છૂટી ગઈ હતી. આખરે હવે આજે પુલની એક બાજુ વાહનવ્યવહાર માટે ખુલ્લુ મુકાતા હવે ઘણા સમયથી રાહ જોવાનો અંત આવશે.