Site icon

Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?

રેલવે મંત્રાલયે 'દિલ્હી મોડેલ'ને આપી મંજૂરી; મુંબઈના 5 મુખ્ય સ્ટેશનો સહિત દેશભરમાં 76 સ્થળોએ બનશે સ્વતંત્ર પેસેન્જર હોલ્ડિંગ એરિયા.

Passenger Holding Area રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે 'પેસેન્જર હોલ્ડિંગ એરિયા';

Passenger Holding Area રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે 'પેસેન્જર હોલ્ડિંગ એરિયા';

News Continuous Bureau | Mumbai

Passenger Holding Area  રેલવે સ્ટેશનો અને ટર્મિનસ પર મુસાફરોની ગીર્દીનું વ્યવસ્થાપન કરવા માટેની દેશવ્યાપી યોજનાને રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. મુંબઈના પાંચ મુખ્ય રેલવે સ્ટેશનો સહિત દેશભરના 76 રેલવે સ્ટેશનો પર આ માટે સ્વતંત્ર વ્યવસ્થા એટલે કે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’ ઊભો કરવામાં આવશે. આનાથી પ્લેટફોર્મ્સ પરની ગીર્દી વહેંચાશે અને મુસાફરો સુરક્ષિત તથા શિસ્તબદ્ધ રીતે ટ્રેનોમાં ચઢ-ઉતર કરી શકશે.

Join Our WhatsApp Community

‘દિલ્હી મોડેલ’ની સફળતા

દિવાળી અને છઠ પૂજા નિમિત્તે આવતા મુસાફરોની સુવિધા માટે દિલ્હી રેલવે સ્ટેશન વિસ્તારમાં છ હજાર ચોરસ મીટરના વિસ્તારમાં મુસાફરો માટે સ્વતંત્ર જગ્યા બનાવવામાં આવી હતી. આ ‘દિલ્હી મોડેલ’માં રેલગાડી પકડવા માંગતા મુસાફરો, આરક્ષિત ટિકિટધારક મુસાફરો અને ટિકિટ ખરીદવા માંગતા મુસાફરો એમ અલગ-અલગ વિભાગ પાડવામાં આવ્યા હતા. આ જ જગ્યાએ ટિકિટ સુવિધાની સાથે પ્રતીક્ષા કક્ષ, શૌચાલયો, મેડિકલ રૂમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.રેલવે ગીર્દી વ્યવસ્થાપનનું આ ‘દિલ્હી મોડેલ’ સફળ સાબિત થતાં દેશના મુખ્ય રેલવે સ્ટેશનો પર પણ આ મુજબ કામ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Trikadash Yoga: ૩ નવેમ્બરથી ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ; ગુરુ અને શુક્ર બનાવશે ત્રિ-એકાદશ યોગ

મુંબઈમાં ક્યાં ક્યાં મળશે આ સુવિધા?

મુંબઈ રેલવે ટર્મિનસ પર જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે. મુંબઈમાં નીચેના પાંચ મુખ્ય સ્ટેશનો પર આ સુવિધા ઊભી કરાશે:
મધ્ય રેલવે (Central Railway):
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)
લોકમાન્ય ટિળક ટર્મિનસ (LTT)
દાદર
પશ્ચિમ રેલવે (Western Railway):
મુંબઈ સેન્ટ્રલ
બાંદ્રા ટર્મિનસ
મધ્ય રેલવે પર પુણે, નાશિક રોડ અને નાગપુર જેવા સ્ટેશનો પર પણ આ વ્યવસ્થા કરવામાં આવશે. આ કામ વર્ષ 2026 માં ઉત્સવની સીઝન શરૂ થાય તે પહેલાં પૂર્ણ કરવામાં આવશે, તેમ વરિષ્ઠ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

હંગામી વ્યવસ્થા બની કાયમી ઉકેલ

આ વર્ષની દિવાળી અને છઠ પૂજા માટે સીએસએમટી ખાતે 1,200 ચોરસ મીટર અને એલટીટી ખાતે 10,000 ચોરસ મીટરના વિસ્તારમાં હંગામી (Temporary) જગ્યાઓ ફાળવવામાં આવી હતી. રેલવે સુરક્ષા દળ (RPF) ની મદદથી આ જગ્યાઓમાંથી દરરોજ હજારો મુસાફરોનું સુરક્ષિત વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. હવે આ જ ધોરણે કાયમી ધોરણે જગ્યાની પસંદગી કરવામાં આવશે, તેમ મુંબઈના રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version