Site icon

Dharavi Redevelopment Project: ધારાવી રિડેવલપમેન્ટમાં પ્રોજેક્ટમાં રહેવાસીઓ માટે આવ્યા મોટા સમાચાર.. અદાણી ગ્રુપ હવે આટલા ટકા વધુ સ્પેસ સાથે મોટો ફલેટ ઉપલબ્ધ કરશે..

Dharavi Redevelopment Project: અદાણી ગ્રુપે નવેમ્બર 2022માં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી (ધારાવી)ના પુનઃવિકાસ માટેનું બિડ જીત્યું હતું. જેમાં લાંબા સમયથી ચાલી રહેલ ચર્ચામાં ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે.

Big news for the residents of the project in Dharavi Redevelopment.. Adani Group will now make available a bigger flat with so much more space.

Big news for the residents of the project in Dharavi Redevelopment.. Adani Group will now make available a bigger flat with so much more space.

News Continuous Bureau | Mumbai

Dharavi Redevelopment Project: મુંબઈની પ્રખ્યાત ઝૂંપડપટ્ટી ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓ માટે મોટા સમાચાર છે. અદાણી ગ્રુપે ( Adani Group ) જણાવ્યું છે કે અદાણી ગ્રુપ ધારાવી ઝૂંપડપટ્ટીના લાયક રહેવાસીઓને ( residents ) 350 ચોરસ ફૂટના નવા ફ્લેટ ( New flats ) ઓફર કરશે. અદાણી ગ્રુપે નવેમ્બર 2022માં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી (ધારાવી)ના પુનઃવિકાસ માટેનું બિડ જીત્યું હતું. 

Join Our WhatsApp Community

એક રિપોર્ટ મુજબ, અદાણી ગ્રુપ મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government ) સાથે મળીને ધારાવી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપે દાવો કર્યો હતો કે આ ફ્લેટ્સનું કદ ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ પ્રોજેક્ટ ( Slum Redevelopment Project ) હેઠળ સૂચિત કદ કરતાં ’17 ટકા વધુ’ રહેવાની શક્યતા છે. અદાણી ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નવા ફ્લેટમાં કિચન અને ટોયલેટ હશે. અગાઉ અનૌપચારિક વસાહતોના રહેવાસીઓને 269 ચોરસ ફૂટના મકાનો આપવામાં આવતા હતા. પરંતુ, મહારાષ્ટ્ર રાજ્ય સરકારે વર્ષ 2018થી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 315-322 ચોરસ ફૂટના મકાનો આપવાનું શરૂ કર્યું હતું.

 અદાણી ગ્રુપે ધારાવીનો 625 એકર વિસ્તાર વિકસાવવાનો શરુ કર્યો…

ઉલ્લેખનીય છે કે, દેશની આર્થિક રાજધાની મુંબઈની અંદર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી છે. તેનું કદ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેટલું છે પરંતુ આ નાની જગ્યાએ લાખો લોકો રહે છે. આ નાના વિસ્તારમાં હજારો નાના-મોટા મકાનો બન્યા છે. ધારાવી ઝૂંપડપટ્ટી એ ગરીબ લોકોની વસાહત છે. જેમાં રહેતા હજારો લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છ શૌચાલયની સુવિધા પણ નથી.

આ સમાચાર પણ વાંચો : Cooch Behar Trophy: પ્રખર ચતુર્વેદીએ અણનમ 404 રન બનાવી આ દિગ્ગજ ક્રિકેટરનો 24 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો.

આ ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સોંપવામાં આવી છે. અદાણી ગ્રૂપ અને મુંબઈ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી ધારાવીના વિકાસ માટે એક પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ સમાચાર આવ્યા કે અદાણી ગ્રુપે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને આગળ વધારવા માટે ઘણી પ્રખ્યાત કંપનીઓને પોતાની સાથે સાંકળી લીધી છે. આ એવી કંપનીઓ છે કે જેમને ઘણા સામાજિક હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનો અનુભવ છે.

અદાણી ગ્રુપે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે $619 મિલિયનની બિડ પણ કરી હતી. બિડ જીત્યા બાદ અદાણી ગ્રુપે ધારાવીનો 625 એકર (253 હેક્ટર) વિસ્તાર વિકસાવવાનો શરુ કર્યો છે. આ પ્રોજેક્ટની ચર્ચા વિશ્વની સૌથી મોટી શહેરી વિકાસ યોજના તરીકે થઈ રહી છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version