ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં મોટા પ્રમાણમાં ઘટી ગયા છે. કાલે જાહેર થયેલા આંકડા મુજબ મુંબઈનો પૉઝિટિવિટી રેટ માત્ર ૨.૬ ટકા છે. ગઈકાલે શહેરમાં ૨૫,૩૯૬ ટેસ્ટ થયા હતા જેમાંથી માત્ર ૬૬૦ દર્દીઓનો કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
હાલ મુંબઈ સરકારે જાહેર કરેલા અનલૉકના પાંચ તબક્કાઓમાંથી ત્રીજા તબક્કમાં છે. હવે મુંબઈનો પૉઝિટિવિટી રેટ ઘટતાં હવે મુંબઈ બીજા તબક્કમાં આવી ગયું છે. એથી હવે નિયમમાં હજી વધુ છૂટછાટ મળે એવી શક્યતા છે. બીજા તબક્કામાં પાંચ ટકા પૉઝિટિવિટી દર ધરાવતા અને ઑક્સિજન બેડની ઑક્યુપન્સી ૨૫થી ૪૦ ટકા વચ્ચે હશે એનો સમાવેશ થાય છે. અહીં 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરાં ઉપરાંત મૉલ, થિયેટરો કાર્યરત થઈ શકશે. જાહેર સ્થળો, મેદાન, બાંધકામ, કૃષિ કાર્યો, ઈ-સેવાઓ પૂર્ણપણે શરૂ થઈ શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગ્રોથ રેટ પણ ઘટીને ૦.૧૨ ટકા થઈ ગયો છે. મુંબઈનો રિકવરી રેટ પણ વધી અને ૯૫% થઈ ગયો છે. જોકેનિયમો હળવા કરવા અંગે હજી નિર્ણય લેવાયો નથી, પરંતુ દર અઠવાડિયે યોજાનારી સમીક્ષા બેઠકમાં આ વિશે હવે તંત્ર નિર્ણય લેશે તેમ જણાય છે.
