Site icon

મોટા સમાચાર : મુંબઈ શહેરના ત્રણ જંબો કોવિડ સેન્ટર અને વેક્સીનેશન સેન્ટર હંગામી રીતે બંધ કરાયા.

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો,
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારી અને મુંબઈ ઉપનગર ના પાલક મંત્રી આદિત્ય ઠાકરે વચ્ચે થયેલી બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં કાર્યરત બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ, દહીસર અને મુલુંડના જમ્બો કોવિડ સેન્ટર તેમજ વેક્સિનેશન સેન્ટરને આગામી દસ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મહાનગર પાલિકાએ એક વાત સ્પષ્ટ કરી છે કે વાવાઝોડાને કારણે એકેય સેન્ટરને તકલીફ પહોંચી નથી. પરંતુ ચોમાસા પહેલાં અમુક મહત્વના કામો કરવા બહુ જરૂરી છે. આથી રીપેરીંગ કામ માટે આ તમામ સેન્ટર ને દસ દિવસ બંધ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં રહેલા તમામ લોકોને પહેલા જ આજુબાજુની હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા. હવે આગળ નો ઈલાજ આગામી દસ દિવસ સુધી તેમનો જે તે હૉસ્પિટલમાં ચાલશે.

Join Our WhatsApp Community
Mumbai Cyber Fraud:મુંબઈ પોલીસનો સપાટો: પેટ્રોલ પંપ દ્વારા સાયબર ફ્રોડના પૈસા ‘વ્હાઈટ’ કરવાનું કૌભાંડ ઝડપાયું, હાઈટેક રેકેટનો પર્દાફાશ
Mumbai Jeweller Fraud Case:મુંબઈના ઝવેરી સાથે ₹1.47 કરોડની ઠગાઈ: વિશ્વાસુ એજન્ટે સોના-હીરાના ઘરેણાં પચાવી પાડ્યા, બેંગલુરુના શખ્સ સામે ગુનો દાખલ
Fire At Sion Hospital:મુંબઈની સાયન હોસ્પિટલમાં એસી (AC) બ્લાસ્ટ બાદ ભીષણ આગ, દર્દીઓમાં મચી દોડધામ; સદનસીબે મોટી જાનહાનિ ટળી
Mumbai Fake Police:મુંબઈમાં નકલી પોલીસનો આતંક: આરે કોલોનીમાં મહિલાને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2 લાખ પડાવ્યા, 2 મહિલા સહિત 6 જેલભેગા
Exit mobile version