Site icon

Dawoodi Bohra Case: દાઉદી બોહરા કેસમાં દાવો હારનાર તાહેર ફખરુદ્દીનનું બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ મોટું નિવેદન.. કહ્યું લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે..

Dawoodi Bohra Case: આ કેસમાં કોર્ટમાં મુખ્યત્વે 'નાસ'ની માન્યતા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સુનાવણી દરમિયાન તાહેરનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો હતો કે 'નાસ' કાયમી છે. એકવાર તે સ્થાપિત થઈ જાય, તે બદલી શકાતું નથી. દરમિયાન, સૈફુદ્દીનનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે 'નાસ' માં ફેરફાર કરી શકાય છે.

Big statement of Taher Fakhruddinwho lost the suit in Dawoodi Bohra case after the judgment of Bombay High Court.. said he has vowed to continue the fight.

Big statement of Taher Fakhruddinwho lost the suit in Dawoodi Bohra case after the judgment of Bombay High Court.. said he has vowed to continue the fight.

News Continuous Bureau | Mumbai 

Dawoodi Bohra Case: દાઉદી બોહરાઓના આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો કરીને દાવો હારી ગયેલા તાહેર ફખરુદ્દીએ હજી પણ ‘લડાઈ’ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. એક સત્તાવાર નિવેદન જારી કરીને, ફખરુદ્દીનની ( Taher Fakhruddin )  ઓફિસે ‘કાનૂની પ્રક્રિયાની સંપૂર્ણ હદ સુધી જવાનો સંકલ્પ લીધો છે.

Join Our WhatsApp Community

23 એપ્રિલના રોજ, બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court) ફખરુદ્દીનના પિતા ખુઝૈમા કુતુબુદ્દીન દ્વારા દાખલ કરાયેલા દાવા પર ચુકાદો આપ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 2014 માં, 52મા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનનું અવસાન થયું હતું અને તેમના પુત્ર મુફદ્દલ સૈફુદ્દીન 53મા સૈયદના ( Syedna ) બન્યા હતા. આ મામલામાં સૈયદના બુરહાનુદ્દીનના સાવકા ભાઈ ખુઝૈમા કુત્બુદ્દીને સૈફુદ્દીનના ઉત્તરાધિકારને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે સૈયદના બુરહાનુદ્દીને તેમને ગુપ્ત રીતે 1965માં ઉત્તરાધિકારની સત્તાવાર ઘોષણા નાસ પ્રદાન કરી હતી. કુતુબુદ્દીને એવો પણ દાવો કર્યો હતો કે સૈફુદ્દીને કપટથી સૈયદનાનું પદ સંભાળ્યું હતું.

કુતુબુદ્દીને  દાવો કર્યો હતો કે 1965માં બુરહાનુદ્દીન દાઈ બન્યા પછી, તેણે 10 ડિસેમ્બર, 1965ના રોજ મજુનની જાહેરાત પહેલા કુતુબુદ્દીનને જાહેરમાં મજુન (સેકન્ડ ઇન કમાન્ડ) તરીકે અને ખાનગી રીતે ગુપ્ત રીતે નિયુક્ત કર્યા હતા. ઔપચારિક રીતે કુત્બુદ્દીને તેના અનુગામી તરીકે નિયુક્ત કર્યા હતા.

  Dawoodi Bohra Case: આ કેસમાં કોર્ટમાં મુખ્યત્વે ‘નાસ’ની માન્યતા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી…

જોકે, કુતુબુદ્દીનનું 2016માં અવસાન થયું હતું. આ પછી તેમના પુત્ર સૈયદના તાહેર ફખરુદ્દીને પિતાનો કેસ લડવાનું શરૂ કર્યું હતો. તેમને દાઉદી બોહરા સમુદાયના ધર્મગુરુ જાહેર કરવા હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી હતી. આ અરજીમાં સૈયદના તાહેર ફખરુદ્દીને કહ્યું હતું કે તેમના કાકાને સમુદાયના નેતા તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં કારણ કે તેમણે કપટપૂર્વક પદ સંભાળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Divestment: સરકારે તેનો લક્ષ્ય કર્યો હાંસલ! 30,000 કરોડ ભંડોળ ડિસઇન્વેસ્ટમેન્ટ અને સંપત્તિના વેચાણ દ્વારા સરકારી તિજોરીમાં આવ્યું.

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને આ ટ્રાયલનો વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટમાં આનો વિરોધ કરતા કહ્યું હતું કે, કથિત ગુપ્ત ઉત્તરાધિકારના કોઈ સાક્ષી નથી અને તે સ્વીકારી શકાય તેમ નથી.

આ કેસમાં કોર્ટમાં મુખ્યત્વે ‘નાસ’ની માન્યતા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સુનાવણી દરમિયાન તાહેરનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો હતો કે ‘નાસ’ કાયમી છે. એકવાર તે સ્થાપિત થઈ જાય, તે બદલી શકાતું નથી. દરમિયાન, સૈફુદ્દીનનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે ‘નાસ’ માં ફેરફાર કરી શકાય છે. સૌથી અગત્યનું, માત્ર છેલ્લું ‘નાસ’ જ માન્ય રહે છે, જે તેના ક્લાયન્ટ (સૈફુદ્દીન)ને આપવામાં આવ્યું હતું. 52મા સૈયદના બુરહાનુદ્દીને 2011માં સાક્ષીઓની હાજરીમાં પોતાના પુત્રને નાસ આપ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

 Dawoodi Bohra Case: 10 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે કોર્ટે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને રાહત આપી હતી…

આ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ બાદ બોમ્બે હાઈકોર્ટે 23 એપ્રિલના રોજ, 10 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે કોર્ટે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને ( Mufaddal Saifuddin ) રાહત આપી હતી. કોર્ટે તેમના ભત્રીજા સૈયદના તાહિર ફખરુદ્દીનના દાવાને ફગાવી દીધો હતો અને દાઉદી બોહરા સમુદાયના ધાર્મિક નેતા અથવા દાઈ-અલ-મુતલકનું બિરુદ જાળવી રાખ્યું હતું.

આ ચુકાદા બાદ તાહેર ફખરુદ્દીનએ એક સત્તાવાર નિવેદન બહાર પાડતા મિડીને કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે સર્વશક્તિમાન ભગવાનની કૃપાથી આ ચુકાદો ભવિષ્યમાં રદ કરવામાં આવશે. તેથી સત્ય, ન્યાય અને દાઉદી બોહરા સમુદાયના ભવિષ્ય માટે, હું આ લડત ચાલુ રાખવા માટે બંધાયેલો છું તેથી હું આ દાવાને પડકારીશ.

આ સમાચાર પણ વાંચો :  Amazon Great Summer Sale: Amazon પર મચશે લૂંટ, એમેઝોન ગ્રેટ સમર સેલ ટૂંક સમયમાં થશે શરુ, આ સ્માર્ટફોનની સુચિ થઈ જાહેર જેના પર મળશે ડિસ્કાઉન્ટ.

Jogeshwari accident: જોગેશ્વરીમાં નિર્માણાધીન ઈમારતે યુવતીનો ભોગ લીધો: સિમેન્ટની ઈંટ માથે પડતાં ૨૨ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ
Maharashtra monsoon retreat: મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય; દક્ષિણ અને ઉત્તર ભારતમાં હજુ વરસાદની આગાહી
Flipkart fraud: ભાયંદર માં આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગ ઝડપાઈ:Flipkart માંથી મોંઘા મોબાઇલ મંગાવી ₹ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Mumbai crime branch: બોગસ ટ્રેડિંગ એપ દ્વારા ₹ ૬૧૫ કરોડનું ફૂલેકું! કંદિવલીમાંથી મોટું ઑનલાઈન કૌભાંડ પકડાયું
Exit mobile version