Site icon News Continuous Bureau | Mumbai

રેતી માફિયાઓમાં ફફડાટ.. મુંબ્રામાં માફિયાઓ સામે આકરી કાર્યવાહી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગેરકાયદે રીતે રેતી ઉચેલનારાઓ પર મુંબ્રામાં જોરદાર કાર્યવાહી કરવામાં આવી હતી. માફિયાઓની પાચ બોટને સળગાવી દેવામાં આવી હતી, તો છ બાઝને પાણીમાં ડૂબાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ એક્શન દરમિયાન કુલ સાડા ચાર કરોડની માલમત્તા પર નષ્ટ કરી નાખવામાં આવી હતી. આ કાર્યવાહી સ્થાનિક ઉપ વિભાગીય અધિકારી અને તહેસીલદાર કચેરીએ સંયુક્ત રીતે હાથ ઘરી હતી.

Join Our WhatsApp Channel

કલવા-મુંબ્રા અને ખારેગાવ ખાડીમાં રેતી માફીયાઓ ગેરકાનૂની રીતે રેતીને ઉચેલતા હતા, તેને કારણે જોખમ નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોએ અનેક વખત તેની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સ્થાનિક સ્તરે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કારણે સ્થાનિક માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મની ટિકિટ દેખાડી દૂધ પર ડિસ્કાઉન્ટ આપવું દૂધવાળાને પડ્યું ભારે, મળ્યા ધમકીભર્યા ફોન કોલ, પોલીસમાં નોંધાવી ફરિયાદ; જાણો વિગતે

જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહીમાં આઠ સેકશન પંપ પણ પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યા હતા. ત્રણ મોટા બ્રાસના બાઝ જપ્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં લગભગ 4 કરોડ 60 લાખ રૂપિયાની માલમત્તાનો નાશ કરવા તેને જપ્ત કરવામાં આવી હતી.

Mulund East Construction Site Fire મુંબઈના મુલુંડ પૂર્વમાં બાંધકામ સાઈટના વર્કર્સ શેડમાં ભીષણ આગ ટાટા નગરમાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Exit mobile version