Site icon

બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની ‘બિટ્સ લૉ સ્કૂલ’ શરૂ કરશે

બિટ્સ (BITS) લૉ સ્કૂલ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં 63 એકરના યુનિવર્સિટી કેમ્પસમાં હશે, જે માટે રૂ. 1500 કરોડનું રોકાણ કરવામાં આવશે

BITS Pilani to launch 'new age' law school in Mumbai from Aug 2023

બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની 'બિટ્સ લૉ સ્કૂલ' શરૂ કરશે

News Continuous Bureau | Mumbai

ભારત સરકાર દ્વારા ‘ઈન્સ્ટિટ્યુશન ઑફ એમિનન્સ’ નો દરજ્જો મેળવનારી કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક બિટ્સ પિલાનીએ આજે બૃહદ મુંબઈમાં બિટ્સ લૉ સ્કૂલની સ્થાપના દ્વારા કાયદાના શિક્ષણના ક્ષેત્રે પ્રવેશવાની જાહેરાત કરી છે. નવા યુગની બિટ્સ લૉ સ્કૂલે કાયદાના શિક્ષણના તમામ પાસાઓની પુનઃસંકલ્પના કરી છે. આમાં  ફેરફારપાત્ર અને પરસ્પર સંકલિત અભ્યાસક્રમ, શિક્ષણમાં સંવેદના અને સર્જનાત્મકતા, કાનૂની લેખન અને  સંશોધન, સમગ્ર કાર્યક્રમોનું સશક્ત ડિજિટલ માધ્યમ મારફતે  સંકલનીકરણ અને ઉદાર શિષ્યવૃત્તિઓ દ્વારા પ્રવેશને શક્ય બનાવવા સહિતના પાસાનો સમાવેશ કરાયો છે.

Join Our WhatsApp Community

બીઆઈટીએસ લૉ સ્કૂલ બે અત્યંત લોકપ્રિય પાંચ-વર્ષીય સંકલિત ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરશે, આમાં બી.એ.. એલએલ.બી. (ઓનર્સ.) અને બી.બી.એ. એલએલ.બી. (ઓનર્સ)નો સમાવેશ છે. પ્રથમ શૈક્ષણિક વર્ષ પહેલી ઓગસ્ટ 2023થી શરૂ થશે. પ્રવેશ માર્ચ 2023 થી શરૂ થશે.

આ પ્રસંગે બોલતા, બિટ્સ પિલાનીના ચાન્સેલર શ્રી કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, “ભારતના ઉભરતા  સમાન, વૈવિધ્યસભર અને સર્વસમાવેશક જ્ઞાન  આધારિત અર્થતંત્રને અમારી યુનિવર્સિટીઓ અને વિશિષ્ટ તાલીમ કેન્દ્રો વેગ આપશે.  બિટ્સ પિલાની એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નવી પેઢીના સર્જનાત્મક અને બહુવિધ ક્ષેત્રો માટે અગ્રણીઓ તૈયાર કરવા માટે વ્યૂહાત્મક મહત્વનું સ્થાન ધરાવે છે. હિમતભર્યો અને નવો અભિગમ ધરાવતી બિટ્સ લૉ સ્કૂલે સ્થાનિક અને વૈશ્વિક મહત્વની સાપ્રંત  અને નવી ઉદ્દભવતી સમસ્યાઓનો ઉકેલ શોઘવાને સમર્થ એવા કાનૂની શિક્ષણની પુનઃકલ્પના કરી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) અને યુવા ભારતીયોની વધતી મહત્વકાંક્ષાઓમાંથી પ્રેરણા મેળવીને બિટ્સ લૉ સ્કૂલ નવા વિચારોનો આકાર ઘડશે. અમારા વૈશ્વિક ધોરણના તેજસ્વી પ્રાધ્યાપકો અને સર્જનાત્મક અભ્યાસક્રમ આશાસ્પદ  કાનૂની વ્યાવસાયિકોને અનન્ય અનુભવ પ્રદાન કરશે.” 

આ સમાચાર પણ વાંચો : વાસ્તવિકતા પર પડદો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં G20ની બેઠક પહેલા ભીખ માંગવા પર પ્રતિબંધ, પકડાયા તો થશે કડક કાર્યવાહી…

બિટ્સ લૉ સ્કૂલ કાયદા અને ઉચ્ચ શિક્ષણ તથા વ્યવસાય ક્ષેત્રની પ્રતિભાઓ અને નીતિ ઘડવૈયાઓનું માર્ગદર્શન મેળવશે. સલાહકાર પરિષદના કેટલાક આદરણીય સભ્યોમાં માન. શ્રી જસ્ટિસ યુ.યુ. લલિત (પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ), માનનીય. શ્રી જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ (પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને  સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ), શ્રીમતી પલ્લવી શ્રોફ (મેનેજિંગ પાર્ટનર, શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની), અને શ્રી હૈગરેવ ખૈતાન (મેનેજિંગ પાર્ટનર, ખેતાન એન્ડ કંપની)નો સમાવેશ થાય છે. પ્રોફેસર (ડૉ.) આશિષ ભારદ્વાજ બિટ્સ લૉ સ્કૂલના સ્થાપક ડીન તરીકે જોડાયા છે.

સ્થાપક ડીન, પ્રોફેસર (ડૉ.) આશિષ ભારદ્વાજે કહ્યું કે, “બિટ્સ લૉ સ્કૂલ એવા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો માટે છે જેમનું ધ્યેય કાયદો શીખવા- શીખવવાનું છે, જેઓ શૈક્ષણિક સંશોધનના સીમાડાને વિસ્તારવા માગે છે અને જેઓ સમયસર ન્યાય મળે તે માટે  અમારા નૈતિક મૂલ્યો અને  વિભાવનાની સાથે સુસંગત છે. અમારો પ્રગતિશીલ, પરસ્પર સંકલિત  અને ટેક્નોલોજી આધારિત અભિગમ વિદ્યાર્થીઓને કાયદો ભણવા અને કાયદા દ્વારા સશક્તિકરણ મેળવવામાં  મદદ કરશે. જેમણે ભારતના પાયાના મૂલ્યો અને માન્યતાનું ઘડતર કર્યું અને હવે જેઓ ભારતનું નેતૃત્વ કરશે તેમના માટે અમે પ્રેરણાત્મક શૈક્ષણિક માપદંડ બનવાની  તમન્ના ધરાવીએ છીએ.”

કાયદાના વિદ્યાર્થીઓ  55 દેશોમાં પથરાયેલા એવા 1,70,000થી વધુ બિટ્સ પિલાનીના સ્નાતકો, અનુસ્નાતકોના સંપર્ક અને અનુભવનો  લાભ મેળવશે, જેઓ ઉદ્યોગ અગ્રણીઓ, પ્રમોટરો, ઉદ્યોગસાહસિકો અને વિચારશીલ નેતાઓ બની ચુક્યા છે. બિટ્સ લૉ સ્કૂલની એક સમર્પિત ઓફિસ વિદ્યાર્થીઓને તેમની સજ્જતા, અનુભવના આધારે અગ્રણી કાયદાકીય સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, બેંકો, એનજીઓ અને સંશોધન સંસ્થાઓ સુધી પહોંચવાની સુવિધા કરી આપશે.

આ સમાચાર પણ વાંચો : હાશ.. મુંબઈમાં ક્લીન અપ માર્શલોની દાદાગીરી ખતમ, પાલિકાએ હવે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આ લોકોને સોંપી.

આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 63 એકરમાં બિટ્સ લૉ સ્કૂલનું અત્યાધુનિક, સંપૂર્ણ રહેણાંક કેમ્પસ વિકસાવવામાં આવી રહ્યું છે. કાયમી અને શૂન્ય-કાર્બન ફૂટપ્રિન્ટ કેમ્પસ 2024 માં કાર્યરત થશે, ત્યારે બીઆઈટીએસ લૉ સ્કૂલે કામગીરી શરૂ કરી છે અને પવઈના હિરાનંદાની ગાર્ડન્સ, મુંબઈમાં અત્યાધુનિક વચગાળાના કેમ્પસમાંથી ઓગસ્ટ 2023થી તેનું પ્રથમ શૈક્ષણિક વર્ષ શરૂ થશે.

 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version