Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના 227 વોર્ડની પુનઃરચનામાં સત્તાધારી શિવસેના રમી ગઈ આ રમતઃ ભાજપે ઉઠાવ્યું ગાંધીગીરીનું શસ્ત્ર. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 1 નવેમ્બર, 2021.

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈ મહાનગરપાલિકાની આગામી વર્ષમાં ચૂંટણી યોજાઈ રહી છે. તે પહેલા અમુક વોર્ડમાં ફેરફાર કરીને તેની પુનઃરચના કરવામાં આવી છે. તેનો ડ્રાફ્ટ મુંબઈ મહાનગરપાલિકાએ ચૂંટણી કમિશનરને રજૂ કરી દીધો છે. ત્યારે આ વોર્ડની પુનઃરચના પાલિકાની સત્તાધારી શિવસેનાએ પોતાનો ફાયદો થાય તે રીતે કર્યો હોવાનો ભાજપે આરોપ કર્યો છે.  ભાજપનો જે વોર્ડમાં મજબૂત હોલ્ડ છે તે વોર્ડમાં જાણીજોઈને શિવસેનાએ ફેરફાર કર્યો હોવાનો આરોપ પણ કર્યો છે. આ બાબતે ચૂંટણી કમિશનને ભાજપે લેખિતમાં ફરિયાદ આપી દીધી છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને અને પાલિકાના અધિકારીઓને વિશ્વાસમાં લીધા નહોતા એવો આરોપ પણ  ભાજપે કર્યો છે. પાલિકા કમિશનરે રાજકીય દબાણ હેઠળ વોર્ડની પુન: રચના કરી છે. વોર્ડની પુનઃરચના માં પણ સત્તાધારી કૌભાંડ કરવાથી બાજ નથી આવી એવી ટીકા પણ ભાજપે છે. પાલિકા કમિશનર અને શિવસેનાની આ ગંદી રમતનો વિરોધમાં આજે બપોરના પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલની કેબિન બહાર ભાજપના નગરસેવકો ગુલાબનું ફુલ આપીને ગાંધીગીરી પદ્ધિતિએ આંદોલન કરવાના છે.

આ ફિલ્મ દરમિયાન શરુ થઇ હતી અભિષેક- ઐશ્વર્યા ની લવ સ્ટોરી, પછી બની હતી બચ્ચન પરિવારની વહુ; જાણો ઐશ્વર્યા ની લવ સ્ટોરી વિશે

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version