Site icon

કોરોનાના નામે પાલિકાએ કર્યો પૈસાનો વેડફાટ? વાઈટ પેપર કાઢવાની આ પક્ષે કરી માગણી.. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

છેલ્લા 18 મહિનામાં કોરોના મહામારી પાછળ મુંબઈ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. હજી સુધી પાલિકાએ આ ખર્ચાની વિગતો આપી નથી.  નગરસેવકો દ્વારા સતત ડિમાન્ડ કરવા બાદ પણ પાલિકા પ્રશાસન ખર્ચની વિગતો આપવા તૈયાર નથી ત્યારે ભાજપ સહિત કોંગ્રસે કોવિડ પાછળ પાલિકાએ કરેલા ખર્ચની વિગત આપવાની સાથે જ તેના પર વાઈટ પેપર કાઢવાની માગણી કરી છે.

માર્ચ 2021 સુધી પાલિકાએ કોરોના મહામારી પાછળ 2100 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમ જ વધારાના 400 કરોડના ખર્ચાને સ્ટેન્ડિગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. ત્યારે પ્રશાસને કોવિડ પાછળ વધુ પડતો ખર્ચો કરી નાખ્યો  હોવાનો આરોપ ભાજપ સહિત કોંગ્રેસે કર્યો છે. તેમજ ખર્ચાને લઈને વાઈટ પેપર કાઢવાની ભાજપે માગણી કરી હતી. ભાજપના દાવા મુજબ 500 કરોડ રૂપિયાથી વધુ બિનઉપયોગી ખર્ચો કર્યો છે. કોંગ્રેસના કહેવા મુજબ પાલિકા વધુ પડતો ખર્ચો બતાવી રહી છે. જે વાસ્તિવકતાથી દસગણો વધુ જણાય છે.  10 રૂપિયાની વસ્તુ પાછળ 100 રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેથી તમામ ખર્ચાનું ઓડિટ થવું જોઈએ.

મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version