Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે-બોરીવલી ફ્લાયઓવરનું નામ આ હોઈ શકે છે- ભાજપે કરી માંગણી

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બોરીવલી (વેસ્ટ)માં(Borivali (West)) જનરલ કરિઅપ્પા બ્રિજથી(General Kariappa Bridge) સીધા શિમ્પોલી(Shimpoli) સુધી ફ્લાયઓવરનું(Flyover) કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ બ્રિજ ટ્રાફિક(Traffic) માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. ત્યારે ભાજપે આ ફ્લાયઓવરનું નામ CDS ચીફ "જનરલ બિપિન રાવત ફ્લાયઓવર"(General Bipin Rawat Flyover) રાખવામાં આવે એવી માંગણી કરી છે.

Join Our WhatsApp Channel

બોરીવલી(વેસ્ટ)માં જનરલ કરિઅપ્પા બ્રિજથી સીધા લિંક રોડ સુધી ફ્લાય ઓવર નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેથી સાંસદ ગોપાલ શેટ્ટીએ(MP Gopal Shetty) કલ્પના ચાવલા ચોક ખાતેના આ ફ્લાયઓવરને ‘જનરલ બિપિન રાવત ફ્લાયઓવર’ નામ આપવામાં આવે તેવી માંગણી કરી છે. આ ફ્લાયઓવરને કારણે બોરીવલીના નાગરિકોને સ્વામી વિવેકાનંદ માર્ગ (s.v.road) પર ટ્રાફિકની ભીડમાંથી રાહત મળશે. 

સાંસદ ગોપાલ શેટ્ટીએ આ ફ્લાયઓવરના કામ અંગે સતત ફોલો-અપ કર્યું હોવાનું કહેવાય છે. હવે જ્યારે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે સાંસદ શેટ્ટીએ આ પુલને તાત્કાલિક વાહન વ્યવહાર(Transporatation) માટે ખુલ્લો મુકવાની માંગ કરી છે. ગોપાલ શેટ્ટીના કહેવા મુજબ આ ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવે તો ચોમાસામાં(Monsoon) નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી(Traffic problems) રાહત મળશે.

આ સમાચાર પણ વાંચો : બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો- આ બધા રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે- જાણો વિગતે

એ સાથે જ સાંસદ ગોપાલ શેટ્ટીએ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન(Inauguration of the flyover) કરતી વખતે મુખ્ય મહેમાનોની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ આમંત્રિત કરવાની માંગણી કરી છે. આ જ માંગણી સાથેનો પત્રને લઈને, બોરીવલી(Borivali) અને કાંદિવલી(Kandivali) વિભાગના તમામ નગરસેવકોનું એક પ્રતિનિધિમંડળ ભાજપના જિલ્લા અધ્યક્ષ(BJP district president) ગણેશ ખંકર(Ganesh Khankar) અને ભાજપના ગ્રુપ લીડર પ્રભાકર શિંદે(Prabhakar Shinde) અને પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટની(Bhalchandra Shirsat) આગેવાનીમાં એડિશનલ કમિશનર(Additional Commissioner) (પ્રોજેક્ટ) પી. વેલારાસુને(P. Velarasun) મળ્યા હતા. તેમણે એવી પણ માગણી કરી હતી કે બ્રિજને તાત્કાલિક વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવો જોઈએ.
 

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version