Site icon

મુંબઈમાં ફૂલ્યો ફાલ્યો છે આટલા હજાર કરોડ રૂપિયાનો ટેન્કર માફિયાઓનો ઉદ્યોગઃ ભાજપે કરી ટેન્કર માફિયા સામે કાર્યવાહીની માગણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

 ગુરુવાર.

મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણી પર પ્રક્રિયા કરીને તેને વાપરવા લાયક બનાવવા માટેનો 18,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હાથ ધર્યો છે. તેની સામે ભાજપે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર લખી મુંબઈગરાના કરના પૈસા આ પ્રોજેક્ટ પાછળ વેડફવાને બદલે મુંબઈમાં પાણીની મોટા પાયા પર થતી ચોરી અટકાવવાની માગણી કરી છે. તેમ જ ટેન્કર માફિયા અને તેના મારફત થનારા 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદે કારભારને રોકવા માટેની માગણી કરી છે. 

મુંબઈ સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન એરિયામાં થતી પાણીની ચોરી અને વધુ પડતા પાણીના વેડફાટ બાબતે  ભાજપના નેતા આશિષ શેલારે કેટલાક ગંભીર મુદ્દાઓ તરફ પાલિકા કમિશનર અને અન્ય સરકારી ખાતાના અધિકારીઓનું ધ્યાન દોર્યું છે. તેમજ તેની તપાસ માટે સ્પેશિયલ ઈન્સવેસ્ટીગેશન ટીમ SITની નિમણૂક કરવાની માંગ કરી છે.

આશિષ શેલારના દાવા મુજબ કેન્દ્રીય ભૂગર્ભ જળ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, મુંબઈ શહેરમાં 19,000 થી વધુ પાણીના કુવાઓ છે જેમાંથી 12,500 બોરવેલ છે. BMCએ 251 પાણીની ટાંકીઓને નોટિસ પાઠવી છે જેમાંથી 216 ગેરકાયદેસર પાણીના કુવા છે જેમાંથી એક જ પાણીની ટાંકીમાંથી 80 કરોડ રૂપિયાનું પાણી ચોરાયું છે.

કાયદાનો અમલ થતો ન હોવાથી ગેરકાયદેસર રીતે પાણીના ટેન્કર માફિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે અને મુંબઈ ડિવિઝનમાં રૂ. 3,000 કરોડથી વધુની કિંમતના પાણીની ચોરી થઈ રહી હોવાનો અંદાજ છે. તેથી, મુંબઈમાં ગેરકાયદેસર અને અનિયંત્રિત પાણીની ચોરીની તપાસ કરવી અને તેમના પર દંડ લાદીને તેને અટકાવવી જરૂરી હોવાની માગણી પણ ભાજપે પોતાના પત્રમાં કરી છે. 

મુંબઈની હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડશે? 30,000 બેડસ સામે આટલા ટકા દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ; જાણો વિગત

એક તરફ ગારગાઈ ડેમનો પ્રોજેક્ટ રદ કરીને મુંબઈ મહાનગરપાલિકા 18,000 કરોડ રૂપિયાનો દરિયાના પાણીને મીઠા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરે છે અને બીજી તરફ મુંબઈમાં પાણીનો ગેરકાયદેસર વેપાર ચાલે છે. 3,000 કરોડનું ગેરકાયદેસર રીતે ટેન્કર માફિયાઓ ધંધો કરી રહ્યા છે, તેને રોકવા પાલિકા ગંભીર પ્રયાસ કરે એવી માગણી પણ ભાજપે કરી હતી.

Shocker in Jogeshwari: જોગેશ્વરીમાં માનવતા શરમાઈ: માત્ર ₹870 માટે સિગારેટ વેચનાર યુવકને કાર સાથે 100 મીટર સુધી રસ્તા પર ઢસડ્યો.
Shocker in Mira Road:મીરા રોડમાં ખળભળાટ: હાઈ-રાઈઝ સોસાયટીમાં મહિલાની કરપીણ હત્યા; અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી પેટ અને ગળાના ભાગે ઝીંક્યા ચાર ઘા.
Malvani Ram Navami Tension: માલવણીમાં રામનવમીની તૈયારીઓ મુદ્દે પોલીસ અને શ્રદ્ધાળુઓ સામસામે: પક્ષપાતી કાર્યવાહીના આક્ષેપોથી ગરમાયું રાજકારણ.
Terror in Thane:ઠાણેમાં વરગાણીના નામે આતંક: ફાળો આપવાની ના પાડતા યુવક પર ચોપર વડે જીવલેણ હુમલો.
Exit mobile version