Site icon

લો બોલો! મુંબઈમાં નામકરણનો વિવાદ થમવાનું નામ નથી લેતો, શિવસેના-ભાજપ થઈ ગયા ફરી સામ-સામે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

શિવસેના અને ભાજપ વચ્ચે નામકરણને લઈને ફરી તૂ-તૂ-મેં-મેં થઈ ગઈ છે. અગાઉ માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પરના પુલના નામકરણને લઈને ચાલી રહેલો  વિવાદ હવે બગીચાના નામ પર આવી ગયો છે.  સમાજવાદી પાર્ટીએ દેવનારના બગીચાને ટિપુ સુલતાનનું નામ આપવાની માગણી પાલિકા પ્રશાસન સમક્ષ કરી છે, એને લઈને શિવસેના-ભાજપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપે ટિપુ સુલતાનના નામ માટે આપેલા બે જૂના પ્રસ્તાવ પર ફેરવિચારણા કરવાની માગણી કરી છે, તો ભાજપ ફક્ત રાજકારણ કરી રહ્યું છે, જ્યારે નામકરણ થયું ત્યારે ભાજપ ક્યાં હતુંએવા સવાલ શિવસેનાએ કર્યો છે. પૂરા વિવાદમાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પણ ઝુકાવ્યું છે.

મુંબઈમાં આરે કૉલોનીના આ રસ્તાની થશે આટલા કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ; જાણો વિગત

2001માં અંધેરી (વેસ્ટ)ના ગિલબર્ટ હિલના રસ્તાને ટિપુ સુલતાનનું નામ આપવામાં આવ્યું છે, એ પ્રસ્તાવ પર તેમ જ  2013માં માનખુર્દના શિવાજી નગરના રસ્તાને ટિપુ સુલતાનનું નામ આપવાના પ્રસ્તાવ પર પાલિકાની સામાન્ય સભામાં ફરી વિચાર કરવાની માગણી ભાજપે મેયરને પત્ર લખીને કરી છે. એથી આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સુધી વોટબૅન્કને લઈને ભાજપ-શિવસેના આ મુદ્દો ચગાવતાં રહે એવી શક્યતા છે.

Goregaon-Mulund Link Road: મુંબઈના ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ? GMLR અને કોસ્ટલ રોડના સંગમથી સમયની થશે મોટી બચત; જૂન મહિનાથી પ્રોજેક્ટ પકડશે ગતિ.
Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Exit mobile version