Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! મુંબઈમાં નામકરણનો વિવાદ થમવાનું નામ નથી લેતો, શિવસેના-ભાજપ થઈ ગયા ફરી સામ-સામે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

શિવસેના અને ભાજપ વચ્ચે નામકરણને લઈને ફરી તૂ-તૂ-મેં-મેં થઈ ગઈ છે. અગાઉ માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પરના પુલના નામકરણને લઈને ચાલી રહેલો  વિવાદ હવે બગીચાના નામ પર આવી ગયો છે.  સમાજવાદી પાર્ટીએ દેવનારના બગીચાને ટિપુ સુલતાનનું નામ આપવાની માગણી પાલિકા પ્રશાસન સમક્ષ કરી છે, એને લઈને શિવસેના-ભાજપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપે ટિપુ સુલતાનના નામ માટે આપેલા બે જૂના પ્રસ્તાવ પર ફેરવિચારણા કરવાની માગણી કરી છે, તો ભાજપ ફક્ત રાજકારણ કરી રહ્યું છે, જ્યારે નામકરણ થયું ત્યારે ભાજપ ક્યાં હતું?  એવા સવાલ શિવસેનાએ કર્યો છે. પૂરા વિવાદમાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પણ ઝુકાવ્યું છે.

મુંબઈમાં આરે કૉલોનીના આ રસ્તાની થશે આટલા કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ; જાણો વિગત

2001માં અંધેરી (વેસ્ટ)ના ગિલબર્ટ હિલના રસ્તાને ટિપુ સુલતાનનું નામ આપવામાં આવ્યું છે, એ પ્રસ્તાવ પર તેમ જ  2013માં માનખુર્દના શિવાજી નગરના રસ્તાને ટિપુ સુલતાનનું નામ આપવાના પ્રસ્તાવ પર પાલિકાની સામાન્ય સભામાં ફરી વિચાર કરવાની માગણી ભાજપે મેયરને પત્ર લખીને કરી છે. એથી આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સુધી વોટબૅન્કને લઈને ભાજપ-શિવસેના આ મુદ્દો ચગાવતાં રહે એવી શક્યતા છે.

Santacruz Police Arrest Drug Peddler સાંતાક્રુઝ પોલીસની મોટી સફળતા NDPS કેસમાં ૧૩ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ પેડલરને ધારાશિવમાંથી દબોચ્યો
Vashi Station Surprise Ticket Checking Drive વાશી સ્ટેશન પર રેલવેની આકસ્મિક ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ૨૬૩ મુસાફરો દંડાયા, પ્રશાસને ₹૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલ્યો
DN Nagar Police Arrest Wanted Fugitive પોલીસે ઓળખ છુપાવી ૨૧ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને કર્ણાટકમાંથી દબોચ્યો ડી. એન. નગર પોલીસની મોટી સફળતા
Mobile Theft Racket Busted મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ ₹૧.૧૫ કરોડના ૧,૧૫૦ મધરબોર્ડ જપ્ત, માલેગાંવ ગોડાઉન પર દરોડો પાડી એક આરોપી જેલભેગો
Exit mobile version