News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેની(Raj Thackeray) અયોધ્યાની મુલાકાતનો(Ayodhya visit) વિરોધ કરનારા ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ભાજપના સાંસદ(BJP MP) બૃજભૂષણ શરણ સિંહની(Brijbhushan Sharan Singh) મુંબઈમાં એક જાહેર સભા યોજવાની ભાજપે યોજના બનાવી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
બૃજભૂષણ શરણ સિંહની મુંબઈની સભા બાબતે જોકે ભાજપે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને(BMC Election) ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુંબઈમાં વસતા લોકોના મત પર નજર રાખીને ભાજપ તેમને મુંબઈમાં સભા માટે આમંત્રણ આપશે એવું કહેવાય છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) યુવા ધારાસભ્ય રોહિત પવારે(MLA Rohit Pawar) પણ એક ટ્વીટ કરીને એવો સંકેત આપ્યો છે કે રાજ ઠાકરે એક મોટા નેતા છે. ભાજપ તેમનો ઉપયોગ કરી રહી છે તેની કેમ તેમને ખબર નથી પડતી. MNSએ જોવું જોઈએ કે બૃજભૂષણ સિંહ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેથી આગામી પાલિકાની ચૂંટણીમાં તેઓ મુંબઈમાં પ્રચાર કરવા માટે આવે તો આશ્ચર્ય નથી.
આ સમાચાર પણ વાંચો : શિવસેના આ દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાનના ઘરમાં ED ની રેડ, ધરપકડની શક્યતા.. જાણો વિગતે
રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત સામે બૃજભૂષણે ભારે વિરોધ કર્યો હતો અને રાજ ઠાકરે પાસે ઉત્તર ભારતીયોની(North Indians) માફી માંગવાની માંગણી પણ કરી હતી. ત્યાર બાદ રાજ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત રદ કરી નાખી હતી. ત્યારે બૃજભૂષણના મુંબઈ આવવાની ચાલી રહેલી ચર્ચાને પગલે MNSના જનરલ સેક્રેટરી વૈભવ ખેડેકરે(General Secretary Vaibhav Khedekar) પણ જાહેરમાં ચેતવણી આપી દીધી હોવાનું કહેવાય છે કે જો બૃજભૂષણે મહારાષ્ટ્રમાં પગ મુક્યો તો તેના પગ તોડીને તેના હાથમાં આપી દેવાશે. MNSના કાર્યકર્તા ચૂપ નહીં બેસશે.
