Site icon

 મલાડ ની દેવ સ્મૃતિ સોસાયટી માં રજાના દિવસે ઘર ખાલી કરાવવા પહોંચ્યા એસ આર એ ના અધિકારી- ભારે હંગામો થતાં વસૂલી નો દાવો ઊંધો પડ્યો. લોકોએ અધિકારીઓનેજ પકડી લીધા

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના સાંસદ(North Mumbai MP ) સભ્ય ગોપાલ શેટ્ટી(Gopal Shetty) સહિતની ભાજપની નેતા(BJP leader) મંડળી પહોંચી જતા એસ.આર.એના અધિકારીઓએ(SRA officials) આપવું પડ્યું  સ્પષ્ટીકરણ.

Join Our WhatsApp Community

કાયદાની છટકબારીનો પૂરેપૂરો ગેર ફાયદો ઉઠાવતા સરકારી અધિકારીઓ(Government officials)

દશેરાના(Dussehra) દિવસે ઉત્તર મુંબઈના મલાડ(Malad) વિસ્તારમાં સરકારી અધિકારીઓનો વસૂલી નો દાવ ઊંધો પડ્યો છે. વાત એમ  બની કે દશેરાના દિવસે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના અધિકારીઓ(Officials of Slum Rehabilitation Authority) એકાએક દેવ સ્મૃતિ સોસાયટી(Smriti Society) માં પહોંચી ગયા અને અહીં પાત્ર થયેલા પરંતુ સરકારી પોલિસીના અભાવે શુલ્ક ન ભરી શકતા ત્રણ પરિવારોને તત્કાળ ઘર ખાલી કરવા કહ્યું હતું.  ઉલ્લેખનીય છે કે આ ત્રણેવ પરિવારોને ઘર ખાલી કરવા માટેની કોઇ નોટિસ આપવામાં આવી નથી. આ ઉપરાંત દશેરાના દિવસે એસ.આર.એના તમામ કર્મચારીઓને રજા હોય છે. આ પરિસ્થિતિમાં સરકારી અધિકારીઓ પૂર્વ સૂચના વિના  એસ આર એ ના બિલ્ડિંગમાં પહોંચી ગયા હતા. જોકે બિલ્ડીંગ આ તમામ નિવાસીઓ ઘરમાં મોજુદ હોઇ ભારે દેકારો મચી ગયો હતો. આ તમામ અધિકારીઓને લોકોએ રીતસર ના પકડી લીધા હતા અને મામલો ઠંડો પાડવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. દરમિયાન કલાકો સુધી હંગામો ચાલુ રહેતા સ્થાનિક સાંસદ સભ્ય શ્રી ગોપાળ શેટ્ટી, ભાજપના નેતા પ્રવીણ દરેકર  તેમજ અનેક કોર્પોરેટરો અને ભાજપના પદાધિકારીઓ(BJP office bearers) સ્થળ પર પહોંચી ગયા હતા.  આખરે સ્લમ રીહેબીલીટેશન ઓથોરિટીના અધિકારીઓએ મૌખિક રીતે માફી માંગવી પડી અને રજાના દિવસે(holiday) તેઓ કઈ ફરજ બજાવી રહ્યા હતા તે સંદર્ભે લખાણમાં સ્પષ્ટીકરણ(Written Explanation ) આપવું પડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની અંધેરીની પેટાચૂંટણી વધુ રસાકસીભરી બનશે-આ પાર્ટી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના ઉમેદવારને સમર્થન આપવાની કરી જાહેરાત

 ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) જ્યારે મુખ્યમંત્રી(CM) હતા ત્યારે ઝૂંપડામાં પહેલે માળે રહેનાર લોકોને એસ.આર.એ યોજના માટે પાત્ર ઠરાવવામાં આવ્યા હતા.  તેમજ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ લોકોને રાહતના દરે સ્લમ રિહેબિલિટેશન ની બિલ્ડિંગમાં(building of slum rehabilitation) ફ્લેટ આપવામાં આવશે. જોકે લોકો પાસેથી કેટલા રૂપિયાનું શુલ્ક લેવામાં આવશે તે સંદર્ભે નિર્ણય પ્રલંબિત છે.

 આ પ્રલંબિત નિર્ણયની છટકબારીનો પૂરેપૂરો ગેરફાયદો ઊંચકીને આખા મુંબઈમાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા  પીડિત લોકો પાસેથી વસુલી કરવામાં આવે છે  તેવી ફરિયાદો ઠેક ઠેકાણે ઉઠી છે.  મલાડની  દેવ સ્મૃતિ ઈમારતમાં બનેલી ઘટના તેનો પુરાવો છે. 

આ સમગ્ર મામલા સંદર્ભે ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાળ છે કે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે એસ. આર. એ ના તમામ અધિકારીઓ માત્ર અને માત્ર  વસૂલી ઇરાદાથી રજાના દિવસે લોકોના ઘરે પહોંચી ગયા હતા.  તેમજ લોકોને કનડગત કરીને જેટલા વધુ પૈસા લૂંટી શકાય તે ઈરાદો હતો. હવે આ સમગ્ર મામલા સંદર્ભે તેઓ આવનાર દિવસોમાં પત્ર લખશે અને સરકારી અધિકારીઓ પાસેથી  સ્પષ્ટીકરણની માંગણી કરશે. તેમણે ધમકી આપતા કહ્યું હતું કે આ સમગ્ર મામલાને યોગ્ય નિરાકરણ નહીં આવે તો દિવાળી દરમિયાન તેઓ ધરણા પર બેસશે છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની મોજુદા સરકારે પ્રશાસનને આદેશ આપ્યો છે કે સશુલ્ક ઘર મેળવનાર લોકોના ઘરોની કિંમત સંદર્ભે વહેલામાં વહેલી તકે જીઆર બહાર પાડવામાં આવે. એવી શક્યતા વર્તાઇ રહી છે કે આગામી સપ્તાહમાં આ કામ થઈ જશે. ત્યારે સ્થાનિક લોકોનો આરોપ છે કે જી આર બહાર પડતા પહેલાં જ ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સામાં મોટી રકમ સેરવી લેવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો  BKC ખાતે યોજાયેલી CM શિંદેની દશેરા રેલીના ખર્ચની તપાસ થશે- મુંબઈ હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તાએ દાખલ કરી અરજી-ઉઠાવ્યા આવા અનેક સવાલ

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version