Site icon

RSSને તાલિબાન સાથે સરખાવીને ફસાઈ ગયા આ લેખક અને ફિલ્મકાર : માફીની માગણી સાથે ભાજપ આક્રમક, ઘરની બહાર ભાજપનાં વિરોધ પ્રદર્શન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનોની વિચારધારા તાલિબાન જેવી છે. આવા વિવાદાસ્પદ વિધાન કરનારા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર બરોબરના ફસાયા છે. વિવાદાસ્પદ નિવેદન માટે તેઓ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી તેમની કોઈ ફિલ્મ ચાલવા નહીં દેવાની ભાજપે ધમકી આપી  છે. ભાજપના કાર્યકર્તા જાવેદ અખ્તરના  ઘરની બહાર સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કાર્યકર્તાઓ પોલીસની સામે થઈ ગયા હતા.

 જાવેદ અખ્તર પોતાનાં વિધાન પાછાં ખેંચીને માફી નહીં માગે ત્યાં સુધી તેમની અને તેમના પરિવારની કોઈ ફિલ્મ દેખાડવા દેવાશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં ભાજપના નેતા રામ કદમે ચેતવણી પણ આપી છે. ઘાટકોપરમાં જાવેદ અખ્તરનું પૂતળુ બાળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી આ મહિને લઈ શકે છે અમેરિકાની મુલાકાત, પ્રથમવાર મળશે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનને; આ મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા; જાણો વિગતે 

હાલમાં જ જાવેદ અખ્તરે એક ન્યુઝ પૉર્ટલને એક ઇન્ટવ્યૂ આપ્યો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે તાલિબાન જંગલી છે, તેમની હરકતો  નિંદનીય છે પણ RSS, વિહિપ અને બજરંગ દળને સમર્થન કરનારાઓ તમામ લોકો એક સમાન છે. તેમના આ ઇન્ટરવ્યૂ બાદ ભાજપ જોકે ગિન્નાયો હતો. જાવેદે પોતાનું નિવેદન પાછું ખેંચીને માફી નહીં માગી તો તેમના વિરુદ્ધનું ભાજપનું આંદોલન વધુ તીવ્ર બનાવાશે એવી ચીમકી પણ ભાજપ નેતા રામ કદમે આપી હતી.

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version