ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિક છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પ્રકરણના મામલે ભાજપના નેતાઓ પર નિશાનો તાકતા આવ્યા છે. હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ તેમની ઠેકડી ઉડાડી છે. ભાજપના નેતા અતુલ ભાખલકરે નવાબ મલિકની ઠેકડી ઉડાવતા કહ્યું છે કે જો નવાબ મલિક પાસે પુરાવા હોય તો તેમણે કોર્ટ પાસે જવું જોઈએ મીડિયા પાસે નહીં. હવાબાણ જેવા આરોપો લગાવી ને કશું સાબિત થવાનું નથી.
નવાબ મલિક પર વ્યક્તિગત આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ પોતાના જમાઈ ને કારણે ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે નવાબ મલિક ના જમાઇ ની મામલે ધરપકડ થઈ હતી. હાલ તે જામીન પર બહાર છે.
અતુલ ભાતખલકરે કહ્યું છે કે નવાબ મલિક દુનિયાનો એવો પહેલો સસરો છે જે પોતાના જમાઈને કારણે હેરાન-પરેશાન થઈ ગયો છે.