Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર- અંધેરી વિધાનસભા પેટાચૂંટણીમાંથી ભાજપની પીછેહઠ- ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાયા

News Continuous Bureau | Mumbai

 અંધેરી પૂર્વ (Andheri east) વિધાનસભા બેઠક(Assembly seat) પરથી ભાજપે(BJP) પોતાના ઉમેદવાર મુરજી પટેલ(Murji Patel)નું નામ પાછું ખેંચી લીધું છે. એટલે કે શિવસેના(Shivsena)ના ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray Group)ના ઉમેદવાર ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાયા છે. આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે(Chandra Sherkar Bawankule)એ જાહેરાત કરી છે કે ભાજપના ઉમેદવાર મુરજી પટેલ પાછી ખેંચી લેશે. 

Join Our WhatsApp Channel

આજે (સોમવારે) ભાજપ(BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ અને મહારાષ્ટ્રના પ્રભારી સી.ટી. રવિની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ બેઠકમાં ભાજપના મુંબઈ અધ્યક્ષ(Mumbai cheif Ashish Shelar) આશિષ શેલાર, ધારાસભ્ય અતુલ ભાતખલકર, સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty), ધારાસભ્ય અમિત સાટમ, રાજહંસ સિંહ, કૃપાશંકર સિંહ, ચિત્રા વાઘ સહિત ભાજપના અન્ય મહત્વપૂર્ણ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શીખ સમુદાયે શિંદેની નવી પાર્ટીના ચૂંટણી ચિન્હ સામે વાંધો ઉઠાવ્યો 

મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા લટકે(RUtuja Latke) ના પતિ રમેશ લટકે (Ramesh Latke) આ બેઠક પરથી ધારાસભ્ય હતા અને તેમના મૃત્યુ બાદથી આ બેઠક ખાલી પડી છે. આથી અહીં પેટાચૂંટણી યોજાઈ રહી હતી. આવી સ્થિતિમાં રાજ ઠાકરે(Raj Thackeray)એ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને પત્ર લખીને ઉમેદવાર મુરજી પટેલનું નામ પાછું ખેંચવાની સલાહ આપી હતી. આ પછી એનસીપી પ્રમુખ શરદ પવારે(NCP Chief Sharad Pawar) પણ ભાજપને આવી જ અપીલ કરી હતી. એટલું જ નહીં, બાદમાં એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે પણ આવી જ માંગ કરી હતી. તેમણે એકનાથ શિંદેને પત્ર લખીને ભાજપને તેમના ઉમેદવાર પાછા ખેંચવાની અપીલ કરવા જણાવ્યું હતું.  

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version