Site icon

ભાજપના આ નેતાએ લાઉડ સ્પીકરને લઈને મંદિરોને કરી આ ઓફર.. જાણો વિગતે

bjp leader mohit kamboj gets clean chit from mumbai police economic offence wing

હવે આ ભાજપ નેતા પરથી કૌભાંડનો કેસ ખસી ગયો. મુંબઈ પોલીસે આપી ક્લિનચીટ

News Continuous Bureau | Mumbai

મસ્જિદમાં સવાર-સાંજ વાગતા ભુંગળાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. હવે ભાજપના નેતા મોહિત કંબોજે મંદિરોને મફતમાં લાઉડ સ્પીકર આપવાની અને તે માટે આર્થિક મદદ ઓફર કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ સરકારને કાયદો લાવી મસ્જિદમાં ગેરકાયદેસર રીતે વાગતા લાઉડસ્પીકરને કાયદેસર કરી દો એવી માગણી પણ મૂકી હોવાના મિડિયા અહેવાલછે.

Join Our WhatsApp Community

ગુડી પડવાના દિવસે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદો પર વાગતા લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા વગાડતા સ્પીકર લગાવો એવી સૂચના મનસે કાર્યકર્તાઓને આપી હતી. તેથી ઘાટકોપરમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા લગાડનારા મનસે કાર્યકર્તાને પોલીસે અટકાયતમાં લઈને તેની પાસેથી  દંડ વસૂલ્યો હતો. હવે મસ્જિદમાં વાગતા ભુંગળાના વિવાદમાં  ભાજપ પણ કૂદી પડ્યું છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે આ રીતે સાંપ્રાદાયિક ઝેર ફેલાવી કાયદો હાથમાં લેનારા સામે આકરા પગલા લેવાની ચેતવણી આપી છે, તેની સામે ભાજપના નેતા મોહીત કંબોજે હનુમાન ચાલીસા વગાડવા અને મસ્જિજ પર વાગતા ગેરકાયદે ભૂંગળાઓને લઈને સોશિયલ પ્લેટફોર્મ પર ટ્વીટ કર્યુ હતું કે શું હનુમાન ચાલીસા વગાડવી એ સાંપ્રાદાયિક ઝહેર ફેલાવવા સમાન છે? શું ગેરકાયદે રીતે લાઉડસ્પીકરમાં થતી અઝાન સામે અવાજ ઉઠાવવો સાંપ્રાદાયિક ઝહેર ફેલાવવા સમાન છે? અમે કોઈ ધર્મ અને અઝાન વિરુદ્ધ નથી. અમે ફક્ત ગેરકાયદે રીતે વાગતા લાઉડસ્પીકર વિરુદ્ધ છે. સરકારને જોઈતો કાયદો બનાવીને તેને કાયદેસરનો કરી નાખે.

આ સમાચાર પણ વાંચો :વાહ! કોલેજિયનોની ચિંતા દૂર, આટલા વર્ષ બાદ લાયસન્સ રીન્યુ કરવાનું રહેશે. જાણો વિગતે

મોહિત કંબોજે હનુમાન ચાલીસા વગાડવા માટે મંદિરો પર લાઉડસ્પીકર બેસાડવા આર્થિક મદદ કરી હોવાનો મિડિયામાં અહેવાલ આવ્યા છે. તેમ જ મફતમાં લાઉડસ્પીકર આપવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે. એટલું જ નહીં પણ તેમણે  સોશિયલ મિડિયા પર તે મુજબની ટ્વીટ પણ કરી છે. 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version