Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી  

મુંબઈ શહેરમાં નાગરિકોને રસી આપવાના પ્રમાણમાં બાન્દ્રાના બીકેસી રસીકરણ કેન્દ્રએ બાજી મારી છે. તો બીજા સ્થાને છે ગોરેગાંવનું નેસ્કો રસીકરણ કેન્દ્ર. 

છેલ્લા ૬ મહિના દરમ્યાન બીકેસીમાં 2 લાખ 64 હજા૨ 892 નાગરિકોને ૨સી આપવામાં આવી છે. ત્યારે  નેસ્કો ગોરેગાંવ કોવિડ રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 2 લાખ 19 હજાર નાગરિકોને  રસી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

જોકે હાલ રસીના ડોઝનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી દિવસના માત્ર ૨૦૦થી વધુ નાગરિકોને રસી આપવામાં આવે છે. 

કોવિડના દર્દીઓની સારવાર આપીને સાજા કરવામાં પણ બીકેસી કેન્દ્ર આગળ રહ્યું છે અને હવે રસીકરણમાં પણ પહેલા સ્થાને આવવાનો આનંદ કોવિડ કેન્દ્રના પ્રભારી ડો.રાજેશ ઢેરેએ વ્યક્તર્યો છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ૨૯જાન્યુઆરીથી હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ૨સીકરણ શરૂ કરાયું હતું. ત્યાર બાદ ૧લી માર્ચથી સામાન્ય નાગરિકો માટે રસીકરણ શરૂ થયું.

પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સામસામે આવ્યા; બંને નેતાઓ વચ્ચે ગુસપુસ થતા, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થયા, જાણો વિગત

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version