Site icon News Continuous Bureau | Mumbai

BKC Diamond Merchant Fraud BKC માં હીરા વેપારી સાથે અધધ આટલા કરોડની છેતરપિંડી, મિત્ર વેપારી સામે ગુનો દાખલ

BKC Diamond Merchant Fraud ભારત ડાયમંડ બુર્સમાં ઉધાર હીરા લઈને નાણાં ચુકવ્યા વિના આરોપી ફરાર, અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈનો ખુલાસો

BKC Diamond Merchant Fraud  BKC માં હીરા વેપારી સાથે અધધ આટલા કરોડની છેતરપિંડી, મિત્ર વેપારી સામે ગુનો દાખલ

BKC Diamond Merchant Fraud BKC માં હીરા વેપારી સાથે અધધ આટલા કરોડની છેતરપિંડી, મિત્ર વેપારી સામે ગુનો દાખલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

BKC Diamond Merchant Fraud મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં (Bharat Diamond Bourse) એક હીરા વેપારી સાથે તેના જ જાણીતા મિત્ર વેપારીએ ₹૧.૫૮ કરોડથી વધુ રકમના હીરા મેળવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી (Diamond Merchant Fraud) આચરી છે. વિલે પાર્લેના રહેવાસી પીડિત વેપારીની ફરિયાદ પરથી બીકેસી પોલીસે (BKC Police) ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

BKC Diamond Merchant Fraud – ૭૫૭ કેરેટના કટ અને પોલિશ્ડ હીરા ઉધાર લીધા બાદ ચોંકાવનારો ખુલાસો

મળતી વિગતો અનુસાર, આરોપી વેપારીએ એક દલાલ મારફતે એક નામાંકિત કંપનીના નામે ₹૧,૫૮,૬૪,૨૨૫ ની કિંમતના ૭૫૭ કેરેટના કટ અને પોલિશ્ડ હીરા (Cut and Polished Diamonds) ઉધાર ખરીદ્યા હતા. આરોપીએ એક અઠવાડિયામાં નાણાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, મુદત પૂરી થયા બાદ રકમ ન મળતાં જ્યારે પીડિત વેપારી તેની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ હતી અને આરોપીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.

BKC Diamond Merchant Fraud – અન્ય ઘણા વેપારીઓ સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ

પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી વેપારીએ માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ માર્કેટના અન્ય ઘણા હીરા વેપારીઓ પાસેથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી (Modus Operandi) કરોડો રૂપિયાના હીરા ઉધાર મેળવ્યા હતા. નાણાં ચૂકવ્યા વિના જ તે રાતોરાત તમામ સંપર્ક કાપીને ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે.

BKC Diamond Merchant Fraud – ગુનાહિત વિશ્વાસઘાતનો કેસ દાખલ અને પોલીસ દ્વારા શોધખોળ

પીડિત વેપારીની ફરિયાદના આધારે બીકેસી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત (Criminal Breach of Trust) અને છેતરપિંડી અંગેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા આરોપીના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભારત ડાયમંડ બુર્સમાં બનેલી આ ઘટનાને પગલે મુંબઈના હીરા બજારમાં ભારે સળવળાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
ATS Seizes Methamphetamine મુંબઈમાં મહારાષ્ટ્ર ATSનો સપાટો ₹૯.૪૦ કરોડનું મેથાંફેટામાઈન ડ્રગ્સ જપ્ત, ઉત્તર પ્રદેશ સુધી તાર જોડાયા

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version