ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
મુંબઈના કલ્યાણમાંથી ગુંડાગીરીનો એક મામલો સામે આવ્યો છે. કલ્યાણના કોળસે વાડી વિસ્તારમાં અમુક ગુંડાઓએ એક યુવતીની છેડતી કરી હતી અને તેને બચાવવા આવેલા બે યુવકો સાથે પણ મારપીટ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ આ અંગે ટ્વીટ કર્યું હતું અને વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
કિરીટ સોમૈયાએ ટ્વીટમાં લખ્યું હતું કે “મને જોઈને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે પોલીસ એક યુવતીની છેડતી કરનાર અને તેની સહાય માટે આવેલા બે યુવકોને માર મારનાર ગુંડાની ધરપકડ કરવામાં મોડું કરી રહી છે. મેં પોલીસ અધિકારી સાથે આ બાબતે વાત કરી છે અને ગુંડાઓની ધરપકડ કરવાની માગ કરી છે.”
ઉલ્લેખનીય છે કે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેટલાક ગુંડાઓ બે યુવકોને માર મારી રહ્યા છે અને યુવતી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. ઉપરાંત અપશબ્દો ઉચ્ચારી રહ્યા છે. જુઓ વીડિયો.
કલ્યાણમાં છડેચોક ગુંડાગીરી; યુવતીની છેડતી કરી, તેની મદદે આવેલા બે યુવકો સાથે મારામારી. જુઓ વિડિયો #Mumbai #kalyan #Goons #fighting #action pic.twitter.com/JOAT1GEf5U
— news continuous (@NewsContinuous) July 3, 2021