Site icon News Continuous Bureau | Mumbai

કલ્યાણમાં છડેચોક ગુંડાગીરી; યુવતીની છેડતી કરી, તેની મદદે આવેલા બે યુવકો સાથે મારામારી; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈના કલ્યાણમાંથી ગુંડાગીરીનો એક મામલો સામે આવ્યો છે. કલ્યાણના કોળસે વાડી વિસ્તારમાં અમુક ગુંડાઓએ એક યુવતીની છેડતી કરી હતી અને તેને બચાવવા આવેલા બે યુવકો સાથે પણ મારપીટ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ આ અંગે ટ્વીટ કર્યું હતું અને વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

કિરીટ સોમૈયાએ ટ્વીટમાં લખ્યું હતું કે મને જોઈને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે પોલીસ એક યુવતીની છેડતી કરનાર અને તેની સહાય માટે આવેલા બે યુવકોને માર મારનાર ગુંડાની ધરપકડ કરવામાં મોડું કરી રહી છે. મેં પોલીસ અધિકારી સાથે આ બાબતે વાત કરી છે અને ગુંડાઓની ધરપકડ કરવાની માગ કરી છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાનનું હાઈકોર્ટમાં ગજબ નિવેદન; તપાસને ગેરકાયદે ગણાવતાં કહ્યું કસાબને પણ કાયદાનો લાભ મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેટલાક ગુંડાઓ બે યુવકોને માર મારી રહ્યા છે અને યુવતી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. ઉપરાંત અપશબ્દો ઉચ્ચારી રહ્યા છે. જુઓ વીડિયો.

કલ્યાણમાં છડેચોક ગુંડાગીરી; યુવતીની છેડતી કરી, તેની મદદે આવેલા બે યુવકો સાથે મારામારી. જુઓ વિડિયો #Mumbai #kalyan #Goons #fighting #action pic.twitter.com/JOAT1GEf5U

— news continuous (@NewsContinuous) July 3, 2021

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version