મુંબઇ મહાનગરમાં રક્તના જથ્થાની તીવ્ર તંગી સર્જાઇ છે. હાલના તબક્કે મુંબઇની 55 બ્લડ બેન્કોમાં રક્તનો ફક્ત 3,500 યુનિટ્સ જેટલો જથ્થો છે.
લોહીનો આટલો જથ્થો ફક્ત ચાર દિવસ સુધી ઉપયોગી બની શકે તેમ છે.
મુંબઇ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અગાઉ શહેરમાં દરરોજ રક્તના એક હજાર યુનિટ્સની જરૂર રહેતી હતી.
જોકે લોકડાઉન દરમિયાન ઓપરેશનના કેસ બહુ ઓછા હોવાથી લોહીના જથ્થાની જરૂરિયાત ઘટી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર દરમિયાન ઓપરેશનના અને કેન્સરની સારવારના કેસમાં વધારો થતા રક્તના જથ્થાની જરૂરિયાત પણ વધી છે.
સસ્પેન્ડેડ ધારાસભ્ય અતુલ ભાતખલકરને આ કારણથી પોલીસે લીધા અટકાયતમાં; જાણો વિગત
