Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલીકાએ કમર કસી. કોરોના માટે 244 હોટલો ને ટેકઓવર કરી. વાંચો હોટલો ની સુચી અહીં..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,12 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

 સોમવાર.

      મુંબઈમાં વધતા કોરોનાના પ્રકોપને કારણે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. મુંબઈની મોટી મોટી પાંચ સિતારા હોટલો સહિત 244 હોટલો અત્યારે ક્વોરનટાઇન સેન્ટરમાં ફેરવાઈ ગઈ છે.

  બીએમસીના એક વરિષ્ઠ ઓફિસરના જણાવ્યા મુજબ,'મુંબઈમાં વધતાં કોરોનાના પ્રકોપને કારણે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દર્દીઓ માટે બેડ ખાલી નથી. તે ઉપરાંત અમુક દર્દીઓ એવા પણ છે કે જેઓ ઘરમાં રહીને પણ તેમની સારવાર કરી શકતા નથી. તથા વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરનટાઈનમાં રાખવા માટે પણ આ પર્યાય વિચારવામાં આવ્યો છે.'

   મુંબઈની ટોટલ 29 ફાઈવસ્ટાર હોટલો,34 ફોરસ્ટાર હોટલો, 56 થ્રી સ્ટાર હોટલો, 38 ટુસ્ટાર હોટલો અને 86 સામાન્ય હોટલ અને એક એરપોર્ટ હોટલ એમ મળીને કુલ 244 હોટલો ને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી દીધી છે. બીએમસી ના વરિષ્ઠ અધિકારી જણાવે છે કે,' વિદેશથી આવતા પ્રવાસીઓ ને આ હોટલમાં સુરક્ષિત કારણોસર રાખવામાં આવશે તે ઉપરાંત એવા દર્દીઓ કે જેઓ ઘરે રહીને સારવાર નથી કરી શકતા તેઓ પણ આવી હોટલોમાં આવીને ક્વોરેન્ટાઇન થઈ શકે છે.'

મુંબઈમાં કોરોના : છેલ્લા ૨૪ કલાકમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા આટલા દર્દીઓના નિપજ્યા મોત. જાણો આજના લેટેસ્ટ આંકડા..
 

   જોકે આ હોટલો નું ભાડું વિદેશથી આવનાર પેસેન્જર અને કોરોના પોઝિટિવ દર્દીઓની પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરવામાં આવશે. પરંતુ તેની અંદાજિત કિંમત,ફાઈવ સ્ટાર હોટલમાં અંદાજે રોજના 3500 હજારથી  4500 હજાર રૂપિયા, ફોર સ્ટાર હોટલમાં 2500 હજારથી 4000 હજાર રૂપિયા, થ્રી સ્ટાર હોટલમાં 1800થી 3700 રૂપિયા, ટુ સ્ટાર હોટલમાં 1700 થી 3200 રૂપિયા, જ્યારે સામાન્ય હોટલમાં 1200 રૂપિયાથી 3000 જેટલી રાખવામાં આવી છે.

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version