Site icon News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈનો આ મહત્વનો ફ્લાયઓવર 1 જૂનથી બાઇક અને ભારે વાહનો માટે બંધ; જાણો શા માટે?

પરેલ ટીટી ફ્લાયઓવર પર, વરસાદની સિઝનમાં અસુવિધા ટાળવા માટે રસ્તા પરના ખાડાઓ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

BMC announces ban on two-wheelers on Parel TT flyover

Mumbai : મુંબઈનો આ મહત્વનો ફ્લાયઓવર 1 જૂનથી બાઇક અને ભારે વાહનો માટે બંધ; જાણો શા માટે?

 News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈના પૂર્વ ઉપનગરો અને શહેર વચ્ચેનો મહત્ત્વનો પુલ એવા પરેલ ટીટી ફ્લાયઓવરનું સમારકામ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બ્રિજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અહીં ચોમાસાના કામો માટે ફ્લાયઓવરની બંને લેન પરના વિસ્તરણ જોઈન્ટ ભરવાની સાથે રોડના ખાડાઓ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી, મુંબઈ મહાનગરપાલિકાએ માહિતી આપી છે કે 1 જૂનથી આ ફ્લાયઓવર પરથી ટુ વ્હીલર અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

Join Our WhatsApp Channel

રસ્તા પરના ખાડાઓ ભરવાનું કામ શરૂ

પરેલ ટીટી ફ્લાયઓવર પર, વરસાદની સિઝનમાં અસુવિધા ટાળવા માટે રસ્તા પરના ખાડાઓ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસામાં ભારે વાહનોના કારણે આ જગ્યાએ મોટા ખાડા પડી જાય છે. મુંબઈ ટ્રાફિક પોલીસે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફ્લાયઓવર પર ભારે વાહનોને પ્રતિબંધિત કરવાના પગલાં લેવા વિનંતી કરી હતી. પાલિકાએ ભારે વાહનોને રોકવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યું છે. તેથી, પાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, પરેલ ટીટી ફ્લાયઓવર શરૂ થાય તે પહેલાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો ઉંચાઈ અવરોધ સ્થાપિત કરવામાં આવશે. અઢી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનોને અહીં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પુલનો વિસ્તરણ જોઈન્ટ ભાગ હાલમાં વાહનવ્યવહાર માટે યોગ્ય નથી. આથી જ્યાં સુધી બ્રિજ મજબૂત ન થાય ત્યાં સુધી ટ્રાફિકની દૃષ્ટિએ દ્વિચક્રી વાહનો માટે સલામત નહીં હોવાનું પાલિકાએ જણાવ્યું છે. હાલમાં આ બ્રિજની મરમત અને જાળવણીની કામગીરી રાત્રિના સમયે જ કરવામાં આવી રહી છે જેથી વાહનચાલકોને કોઈ અગવડતા ન પડે. ટ્રાફિક પોલીસની સુચના મુજબ રાત્રે 11થી સવારના 5 વાગ્યા દરમિયાન અહીં ખાડાઓ અને જોઇન્ટ્સ ભરવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  Road Accident : મુંબઈ-નાગપુર હાઈવે પર ટ્રક અને એસટી વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત; આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત..

ઓક્ટોબરથી ફ્લાયઓવરનું સશક્તિકરણ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોઅર પરેલ રેલવે સ્ટેશનને અડીને આવેલા દિલ્હી રોડ ફ્લાયઓવરનું કામ હાલમાં અંતિમ તબક્કામાં છે. તેથી લોઅર પરેલ ફ્લાયઓવરનો વિકલ્પ ઉપલબ્ધ થયા બાદ ઓક્ટોબરથી પરાલ ટીટી ફ્લાય ઓવર નું કામ હાથ ધરવામાં આવશે. હાલના ફ્લાયઓવર પર વાહનચાલકોને નવી લેનનો વિકલ્પ આપવા માટે ત્યાં મજબૂત રેમ્પ સ્થાપિત કરવામાં આવશે. પુલને મજબૂત કરવા માટે નીચેની પોલાણને ફિલરથી ભરવામાં આવશે. આ કામ માટે અંદાજે 6 મહિનાનો સમયગાળો અપેક્ષિત છે. આ માટે અંદાજીત ખર્ચ રૂ. 18 કરોડ છે.

Western Express Highway Fatal Accidents વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે ભયાનક અકસ્માત સગીર સહિત બેનાં કમકમાટીભર્યા મોત, પોલીસ તપાસ તેજ!
Khar Police Cyber Cell iPhone Recovery ખાર પોલીસ સાયબર સેલની પ્રશંસનીય કામગીરી ₹૧.૫૦ લાખનો ગુમ થયેલો iPhone 17 Pro Max શોધી મૂળ માલિકને પરત સોંપ્યો!
Three New Flyovers Mumbai મુંબઈગરાઓને દિવાળી ભેટ ૩ નવા ફ્લાયઓવરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ
CSMT Ceiling Collapse Mumbai મુંબઈના સીએસએમટી (CSMT) સ્ટેશને બુકિંગ હોલ પાસે છત ધરાશાયી ૨ મુસાફરો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા!
Exit mobile version