ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
ગોરાઈ ક્રીક પર મુંબઈ મહાનગરપાલિકા ફોર લેનનો બોરીવલી- ગોરાઈ બ્રીજ બનાવી રહી છે. પાલિકાએ 4.32 હેકટર( લગભગ 11એકર) જમીન માટે સ્થાનિક ટ્રાયબલ પાસેથી સલાહ-સૂચનો અને ઓબ્જેકશન મગાવ્યા છે.
ગોરાઈ ક્રીક પર પુલ બાંધવા માટે મેનગ્રોવ્ઝ હટાવવા પડશે. તે માટે પાલિકાએ બોમ્બે હાઈકોર્ટ પાસે મંજૂરી માંગી છે. આ પુલ 2005માં મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રસ્તાવિત કર્યો હતો, જે તે સમયે મનોરી-ગોરાઈ માટે સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી હતી.
પાલિકાએ હવે આ પુલ બાંધવા નું બીડું ઝડપ્યું છે. તેથી પ્રસ્તાવિત પુલ માટેની 4.32 હેકટરની જગ્યામાં સ્થાનિક ટ્રાયબલ ની કોઈ જમીન આવતી હોય અને તેમને કોઈ વાંધો હોય તે માટે પાલિકાએ તેમને આગળ આવવા કહ્યું છે.
મુંબઈકરોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? ટાસ્ક ફોર્સે આપ્યો આ જવાબ; જાણો વિગતે
મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ આ પુલ બાંધવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ સ્થાનિક લોકોનો તેની સામે વિરોધ છે. સ્થાનિક ગામડાઓના કહેવા મુજબ આ રસ્તો બહારવાળા લોકો માટે છે. તેનાથી સ્થાનિક ગ્રામવાસીઓને કોઈ ફાયદો થવાનો નથી. ગામના લોકોના કહેવા મુજબ તેમને હોસ્પિટલ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓની આવશ્યકતા છે.