Site icon News Continuous Bureau | Mumbai

ગોરાઈ ક્રીક પર બનાવવામાં આવનારા પુલ માટે BMC એ આ લોકો પાસે મગાવ્યા સલાહ-સૂચનો, જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

ગોરાઈ ક્રીક પર મુંબઈ મહાનગરપાલિકા ફોર લેનનો બોરીવલી- ગોરાઈ બ્રીજ બનાવી રહી છે.  પાલિકાએ  4.32 હેકટર( લગભગ 11એકર)  જમીન માટે સ્થાનિક ટ્રાયબલ પાસેથી સલાહ-સૂચનો અને ઓબ્જેકશન મગાવ્યા છે. 

Join Our WhatsApp Channel

ગોરાઈ ક્રીક પર પુલ બાંધવા માટે મેનગ્રોવ્ઝ હટાવવા પડશે. તે માટે પાલિકાએ બોમ્બે હાઈકોર્ટ પાસે મંજૂરી માંગી છે. આ પુલ 2005માં મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રસ્તાવિત કર્યો હતો, જે તે સમયે મનોરી-ગોરાઈ માટે સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી હતી.    
 
પાલિકાએ હવે આ પુલ બાંધવા નું બીડું ઝડપ્યું છે. તેથી પ્રસ્તાવિત પુલ માટેની 4.32 હેકટરની જગ્યામાં સ્થાનિક ટ્રાયબલ ની કોઈ જમીન આવતી હોય અને તેમને કોઈ વાંધો હોય તે માટે પાલિકાએ તેમને આગળ આવવા કહ્યું છે.

મુંબઈકરોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? ટાસ્ક ફોર્સે આપ્યો આ જવાબ; જાણો વિગતે 

મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ આ પુલ બાંધવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ સ્થાનિક લોકોનો તેની સામે વિરોધ છે. સ્થાનિક ગામડાઓના કહેવા મુજબ આ રસ્તો બહારવાળા લોકો માટે છે. તેનાથી સ્થાનિક ગ્રામવાસીઓને કોઈ ફાયદો થવાનો નથી. ગામના લોકોના કહેવા મુજબ તેમને હોસ્પિટલ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓની આવશ્યકતા છે. 

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version