News Continuous Bureau | Mumbai
મુંબઈમાં દુકાનોના નામના બોર્ડ મરાઠી ભાષામાં લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ મુંબઈની તમામ સ્કૂલોની નેમપ્લેટ મરાઠી ભાષામાં લગાવવાની સૂચના આપી છે.
મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત ખાનગી પ્રાથમિક અનુદાનિત અને બિન-સહાયિત શાળાઓએ લોકોને દેખાય તે રીતે સ્કૂલના નામની નેમપ્લેટ મરાઠીમાં લગાવવાની સૂચના આપવામાં આવી છે. તેમ જ સ્કૂલ જો મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત હશે તેમને મરાઠી ભાષામાં 'બૃહન્મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત શાળા' નામની નેમપ્લેટ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત તમામ ભાષાની શાળાના સેક્રેટરી તેમ જ પ્રિન્સીપાલને આ સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મેટ્રોના મુસાફરો માટે ફૂટપાથ પહોળા કરવામાં આવ્યા, હવે ત્યાં ફેરિયાઓ અડ્ડો જમાવે છે, જુઓ વિડિઓ જાણો વિગતે.
પાલિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ મરાઠીમાં શાળાઓની નેમપ્લેટ લગાડવા અંગે જારી કરાયેલા પરિપત્રમાં દેખાય તે મુજબ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય શાળા મંજૂરી નંબર સાથે યોગ્ય કદની તકતી લગાડવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં સરકારના નિર્ણય મુજબ મરાઠી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સમયાંતરે સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાઓ અનુસાર, શાળાઓમાં બિલબોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં હોવા જોઈએ. આથી શાળાના મેનેજમેન્ટ અને મુખ્ય શિક્ષકે આ અંગે પગલાં લેવા જોઈએ, એમ પણ પરિપત્રમાં જણાવ્યું હતું.
