ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
ખાનગી હોસ્પિટલો દ્વારા ઓવરચાર્જિંગ પર નજર રાખવાના પ્રયાસરૂપે, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના ઓડિટરોએ હોસ્પિટલના 6851 બિલોની ચકાસણી કરી હતી, જે રૂ. 112 કરોડ જેટલું હતું અને જેમાંથી ખોટી રીતે વસુલવામાં આવેલા રૂ. 14 કરોડ જેટલા બિલોનું રિફંડ અપાવવામાં આવ્યું હતું.
જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી હોસ્પિટલો દ્વારા સારવાર માટે ઓવરચાર્જિંગનો આરોપ લગાવતી અનેક ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈ સત્તાધીશોએ ખાનગી હોસ્પિટલમાં તપાસ આદરી હતી. કુલ 7000 હોસ્પિટલો સામે પૂછપરછ અથવા ફરિયાદો થઈ હતી અને તેમાંથી 300 જેટલા લોકો ઓવરચાર્જ કરતા પકડાઈ ગયા હતા.
સરકારે કોવિડ -19 ની ટ્રીટમેન્ટની કિંમત ફિક્સ કરી આપી હોવાથી, જે જે ખાનગી હોસ્પિટલોની બિલિંગ પ્રક્રિયા પર ફરિયાદ મળી હતી ત્યાં ત્યાં દેખરેખ રાખવાનું શરૂ કર્યું હતું. ખાનગી હોસ્પિટલોની પ્રવૃત્તિઓ ચકાસવા માટે ખાસ પાંચ આઈએએસ અધિકારીઓ અને 17 ઓડિટરો નિમવામાં આવ્યાં હતાં.
ઉદાહરણ તરીકે એક ખાનગી હોસ્પિટલમાં એક દર્દીને ઓક્સિજન સપોર્ટ પર મૂકવા માટે મશીનારીના દરરોજ 300 થી 400 રૂપિયાનું અને 15 દિવસ સુધી દર્દીને ઓક્સિજન માટે દરરોજ 3000 રૂપિયા વસૂલતા હતા.
રાજ્ય સરકારે પી.પી.ઇ.ની MRP 600 રૂપિયા અને આઈ.સી.યુ. ના દર્દીઓ માટે દરરોજ 1200 નો ચાર્જ નક્કી કર્યો હતો છતાં ડબલ ભાવ વસુલતા પકડાયા હતાં.
બીજુ હોસ્પિટલોને બેડ ખર્ચના ભાગ રૂપે ઓક્સિજન શામેલ કરવાની સૂચના આપી હતી, ત્યારે હોસ્પિટલોએ એચઆરસીટી સ્કેન, મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, અને વ્યક્તિગત સ્વચ્છતા. બાયોમેડિકલ કચરાના સંચાલન માટે 400 રૂપિયા, દર્દીની સ્વચ્છતા માટે 1000 રૂપિયા, અને દરરોજ ધૂમ્રપાન માટે 300 રૂપિયા વસૂલ્યા છે.
"જ્યાં સરકાર ભાવોનું નિયમન કરી શકે, ત્યાં કર્યું છે. પરંતુ દવાઓ અને દર્દીની તપાસ જેવા ઘટકો ડૉક્ટરની મુનસફી પર છોડી દેવામાં આવ્યું હતું."એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતુ.
