Site icon

મુંબઈ મહાનગરપાલિકાનું કોઈ પણ પ્રકારના કરવેરા નહીં વધારતા ચૂંટણીલક્ષી 45,949. 21 કરોડ રૂપિયાનું બજેટઃ હેલ્થ માટે આટલા હજાર કરોડ રૂપિયાની જોગવાઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈ મહાનગરપાલિકાનું 2022-23ના આર્થિક વર્ષ માટે 45,949.21 કરોડ રૂપિયાનું ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટુ કોઈ પણ પ્રકારના કરવેરા નહીં વધારનારું પણ જુદા જુદા શુલ્ક વધારનારું બજેટ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે રજૂ કર્યું હતું. ગત વર્ષ 2021-22ના 39038.83 કરોડ રૂપિયાના બજેટની સરખામણીમાં આ વર્ષનું બજેટ 17.70 ટકા વધુ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ માટે 7000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 

એશિયાની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2022-23નું બજેટ પોણા આઠ કરોડ રૂપિયાનું સરપ્લસ ધરાવતું 45,949.21 કરોડનું છે. આગામી સમયમાં પાલિકાની ચૂંટણી હોવાથી જુદી જુદી યોજના અને વિકાસકામ પર મોટા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે.

ગયા વર્ષે 11.51 કરોડ રૂપિયાની સરપ્લસવાળુ 39,038 કરોડ રૂપિયાનું બજેટ હતું. તેની સામે આ વખતે 8.43 કરોડ રૂપિયાનું સરપ્સ 4549.21 કરોડ રૂપિયાનું બજેટ છે. જેમાં જુદા જુદા 31 પ્રોજેક્ટ માટે 17,942 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 

BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલે નાણાકીય વર્ષ 2022-23 માટે અધધ આટલા કરોડનું બજેટ રજૂ કર્યું, ગત વર્ષની સરખામણીએ 17.70 વધુ; જાણો વિગતે 

આગામી નાણાકીય વર્ષ માટે પાલિકાને ઓક્ટ્રોયની સામે ગૂડ્સ સર્વિસ ટેક્સ ના રૂપમાં 11429.73 કરોડની આવક થશે. પ્રોપર્ટી ટેક્સ મારફત 7,000 કરોડ, ડેવલપમેન્ટ પ્લાન ડીપાર્ટમેન્ટ મારફત 3950 કરોડ રૂપિયા, વોટર એન્ડ સ્યુએજ ચાર્જ મારફત 1596.93, સુપરવિઝન ચાર્જિસ મારફત 1390.00, ઈનવેસ્ટ પર ઈન્ટરેસ્ટ મારફત 1128.74, રોડ અને મારફત 528. 24, લાયસન્સ ડિપાર્ટમેન્ટને 253.09, હોસ્પિટલ અને મેડિકલ મારફત 249.70 અને અન્ય સ્રોત મારફત 249. 02 કરોડનુ મહેસૂલી આવક અપેક્ષિત છે.

તેની મહેસુલી ખર્ચમાં એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ 15,492.36 કરોડ, ઓપરેશન મેઈન્ટેનન્સ પાછળ 4178.68 કરોડ, રેવેન્યુ ગ્રાન્ટ  પાછળ 1783.50 કરોડ, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ 1230.62, પ્રોપર્ટી ટેક્સ રિફંડ પાછળ 165,17, અન્ય ખર્ચા 34.17, ઈન્ટરેલ્સ એન્ડ ફાઈનાન્સ 23.11 કરોડ, કેપિટલ એકાઉન્ટ ફંડ 8287.13 વગેરેનો સમાવેશ થાય છે.

Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ
Mumbai Monorail: મુંબઈમાં મોનોરેલ ફરી એકવાર પડી બંધ, એક જ મહિના માં આવી ત્રીજી વખત ખામી, જાણો કેવી રીતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઠાણે અને રાયગઢ માટે પણ આગામી આટલા કલાક મહત્વના
Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Exit mobile version