ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મુંબઈ મહાનગર પાલિકાનું 2022-23નું બજેટ 3 ફેબ્રુઆરી 2022, ગુરુવારના રોજ રજૂ કરવામાં આવશે.
નગરપાલિકાની ચૂંટણીના પગલે આ વર્ષના બજેટમાં ટેક્સમાં સીધો વધારો કર્યા વગર આરોગ્ય વિભાગ માટે ઘણી જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં 7 થી 8 ટકાનો વધારો થવાની સંભાવના છે.
જોકે આ વર્ષે મુંબઈ મહાનગર પાલિકાનું વર્ષ 2022-23નું બજેટ કેટલા કરોડનું છે તે જોવાનું રહેશે
ઉલ્લેખનીય છે કે BMC દેશની સૌથી ધનિક નગરપાલિકા છે. ગયા વર્ષે તેનું બજેટ 39 હજાર 38 કરોડ હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ ભંડોળ ધરાવતું બજેટ હતું.