Site icon

હવે “નો ફોટો ઍટ વેક્સિનેશન સેન્ટર”; મુંબઈ મહાનગરપાલિકાએ પૉલિટિક્સનો અંત આણવા નવો કાયદો બહાર પાડ્યો, જાણો અહીં વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈના વેક્સિનેશન સેન્ટર પર રાજકીય પાર્ટીઓએ પોતાના લગાડેલા પોલિટિકલ હૉર્ડિંગ્સ તુરંત હટાવી લેવાનો આદેશ BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો છે. ગુરુવારે મોડી સાંજે બહાર પાડેલા આદેશ મુજબ  વેક્સિનેશન સેન્ટર પર પૉલિટિકલ હૉર્ડિંગ્સ લગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

મુંબઈમાં હાલ 344 વેક્સિનેશન સેન્ટર છે. એમાંથી 245 BMCનાં અને 20 મહારાષ્ટ્ર સરકારનાં તથા કેન્દ્ર સરકારનાં છે. પૉલિટિકલ પાર્ટી પોતાની રીતે તેમનાં હૉર્ડિંગ્સ નહીં ઉતારે તો લોકલ વૉર્ડ ઑફિસરને એ ઉતારી લેવાનું આદેશમાં કહેવામાં આવ્યું છે.

મુંબઈગરાઓની ચિંતા વધી; મ્યુકરમાયકોસીસના કારણે 59 જણનાં મૃત્યુ

કમિશનરના કહેવા મુજબ વેક્સિનેશન સેન્ટર પર મોટા પ્રમાણમાં હૉર્ડિંગ્સને લઈને તેમની પાસે ફરિયાદ આવી હતી.  જોકે કમિશનરે સ્થાનિક નગરસેવક, ધારાસભ્યોને કારણે મુંબઈના નાગરિકોમાં વેક્સિનેશનમાં મોટી સંખ્યામાં ભાગ લેતા હોવાનું સ્વીકાર્યું હતું. પરંતુ મુંબઈને કદરૂપું કરનારાં હૉર્ડિંગ્સ હટાવવાં જ પડશે એવું  કમિશનરે ક્હ્યું હતું.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version