Site icon

ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના મલાડ(Malad)માં ગેરકાયદેસર રીતે બનેલા વિવાદાસ્પદ સ્ટુડિયો(Studio)ના મામલામાં મુંબઈ મહાનગરપાલિકા(BMC) કમિશનર ઈકબાલસિંહ ચહલે(Iqbal Singh Chahal) તપાસના આદેશ આપ્યા છે. આ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર (સેન્ટ્રલ પરચેઝ એકાઉન્ટ્સ) હર્ષદ કાળેની અધ્યક્ષતામાં એક સભ્યની કમિટી મહાપાલિકા દ્વારા આ સ્ટુડિયોને કેવી રીતે મંજૂરી આપવામાં આવી હતી, નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તેની તપાસ કરશે. આગામી ચાર અઠવાડિયામાં તપાસનો રિપોર્ટ આવશે.

Join Our WhatsApp Community

ભાજપ(BJP)ના નેતાએ આરોપ લગાવ્યો હતો કે મલાડ(Malad)ના મઢ-માર્વે, એરંગલ અને ભાટી ગાંવમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગેરકાયદેસર રીતે સ્ટુડિયો ઊભા કરી દેવામાં આવ્યા છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) એક્ટનું ઉલ્લંઘન કરીને સ્ટુડિયો બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ મહારાષ્ટ્ર(Maharashtra)ના પર્યાવરણ મંત્રાલયે મુંબઈ ઉપનગરીય કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અંગે કડક કાર્યવાહી કરવા નોટિસ પણ મોકલવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  ચોમેર ટીકા થયા પછી કાર અને ટેકનોલોજી ઉત્પાદક કંપનીએ વિડીયોના માધ્યમથી સમજાવ્યું કે પાછળની સીટ બેલ્ટ કેમ પહેરવો જરૂરી છે- તમે પણ વિડીયો જુઓ 

આ દરમિયાન BMC દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાના કમિશનરે ડેપ્યુટી કમિશનર હર્ષદ કાળે(Harshad Kale)ને તપાસની જવાબદારી સોંપી છે. આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી પરવાનગી અને વાસ્તવિક બાંધકામ વિશે પૂછપરછ કરવા. આ તપાસ માટે જારી કરાયેલી નોટિસમાં, ડેપ્યુટી કમિશનર હર્ષદ કાળેને અનેક ફરિયાદો મળ્યા બાદ માર્વેના એરંગલ ભાટી ખાતે સ્થાપિત સ્ટુડિયોના ગેરકાયદે અને અનધિકૃત બાંધકામની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

 આ તપાસમાં આ સ્ટુડિયોના નિર્માણમાં આસિસ્ટન્ટ કમિશનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર અને આ વિભાગના અન્ય અધિકારીઓની ભૂમિકાની તપાસ થશે.  તેમજ આ બાંધકામ માટે કેટલી પરવાનગી આપવામાં આવી છે? આવા કેટલા સ્ટુડિયો કાર્યરત છે? જો શૂટિંગ માટે કામચલાઉ બાંધકામની મંજૂરી આપવામાં આવે છે, તો તેના પર કાયમી બાંધકામની મંજૂરી કેવી રીતે? MCZMA દ્વારા કેવા પ્રકારની પરવાનગીઓ આપવામાં આવી હતી અને સ્ટુડિયોનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હતું? શું આ તમામ સ્ટુડિયોને સત્તાવાર પરવાનગી આપવામાં આવી હતી? ચહલે ડેપ્યુટી કમિશનર કાળેને હાલના સ્ટુડિયો CRZ કે નો ડેવલપમેન્ટ ઝોનમાં છે કે કેમ તે તમામ પાસાઓના આધારે આ તપાસ હાથ ધરવા સૂચના આપી છે. આગામી ચાર સપ્તાહમાં તપાસ અહેવાલ રજૂ કરવા જણાવાયું છે..

આ સમાચાર પણ વાંચો : ગણેશ વિસર્જન નિમિત્તે વરુણ દેવ બાપ્પા પર કરશે ભરપૂર જળાભિષેક- મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગે કર્યો આ વર્તારો

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version