Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાએ માત્ર 2 મહિનામાં આટલા હજાર કરોડ રુપીયાનો પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યો. આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે. બીજી મહાનગરપાલીકાઓનું આટલું બજેટ પણ નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 નવેમ્બર  2021 
શનિવાર.

કોવિડ મહામારીમાં મુંબઈ મહાનગરપાલિકાને પણ મોટો આર્થિક ફટકો પડયો છે. તેથી પોતાની આવકનો મુખ્ય સ્રોત રહેલા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે. ભારે પ્રયાસને પગલે માત્ર બે મહિનામા મનપાને 1,280 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં સફળતા મળી છે. આખા વર્ષમાં પાલિકા જેટલો ટેક્સ વસૂલ કરતી હોય છે, તેના 25 ટકા તેણે માત્ર બે મહિનામાં જ વસૂલી લીધો છે.

Join Our WhatsApp Channel

પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા ડિફોલ્ટરો સામે પાલિકાએ અનેક પ્રકારની કાર્યવાહી કરી છે, જેમાં જપ્ત કરાયેલી મિલકતની લિલામી કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં એક વર્ષમાં પાલિકાએ કુલ 11,661 મિલકત જપ્ત કરી હતી. એ મિલકતને લીલામ કરવાનો અધિકાર મેળવવા માટે કાયદામાં પણ તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. તેથી પાલિકા સમયસર પ્રોપર્ટી ટેક્સની બાકી રહેલી રકમ વસૂલ કરી શકે.

વાહનચાલકોને રસ્તા પરના દોરેલા પટ્ટા વધુ સ્પષ્ટ દેખાશે, મુંબઈ મહાનગરપાલિકા તેને રંગવા આટલા કરોડ ખર્ચશે: જાણો વિગત
 

હાલ તો પાલિકાએ બાકી રહેલો ટેક્સ વસૂલ કરવા માટે દરેક વોર્ડમાં પાંચ મોટા ડિફોલ્ટરોની યાદી બનાવી છે અને તેમની પાસેથી બાકી રહેલો ટેક્સ વસૂલ કરવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. પાલિકાએ અત્યાર સુધી ડિફોલ્ટરોના જપ્ત કરેલા ગાળા, મિલકત, જમીન, હેલિકોપ્ટર, એસી, મોંધી ગાડીઓની લિલામ કરવાની છે.  તેના થકી પોતાનો બાકી રહેલો ટેક્સ વસૂલવાની છે.

Mumbai Crime Branch Betting Racket મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૫૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર અને સટ્ટાબાજી નેટવર્કનો કર્યો પર્દાફાશ, ૧૨ આરોપીઓ ઝડપાયા
Mumbai Local Train Assault Cyber Video મુંબઈ લોકલ ટ્રેનમાં પુરુષે મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો, સહપ્રવાસીઓ તમાશો જોતા રહ્યા, વાયરલ વિડીયોથી વિવાદ
Mumbai Police Arrest Murder Accused મુંબઈ પોલીસે ૨૦૧૭ના જુના મર્ડર કેસના મુખ્ય આરોપીની ગોવાથી કરી અટકાયત, ૯ વર્ષથી હતો ફરાર
MHB Police Action M.H.B. પોલીસે રીઢા ચોરને ઝડપ્યો, ૪૫.૨૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ૬ ગુનાઓનો ઉકેલાયો ભેદ
Exit mobile version