Site icon

કોરોના મહામારી છતાં મુંબઈ મહાનગર પાલીકાએ ૯૮ ટકા વેરો વસૂલ કર્યો. સામ… દામ… દંડ…. બધા રસ્તા અજમાવ્યા.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ.3 એપ્રિલ 2021.
 શનિવાર.
      
    મુંબઈ મહાનગર પાલિકા એ કોરોના મહામારી ને કારણે ડિસેમ્બર મહિના ના અંત સુધી નાણાકીય તંગી નો સામનો કરવો પડ્યો હતો .પરંતુ નવા નાણાકીય વર્ષ ની શરૂઆત માં પ્રાપ્ત થયેલી પ્રોપર્ટી ટેક્સ ની અવાક ઘણી રાહત રૂપ છે .


         મુંબઈ મહાનગર પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે પ્રૉપર્ટી ટૅક્સના કલેક્શનનો ટાર્ગેટ ૫૨૦૦ કરોડ રૂપિયા નક્કી કર્યો હતો, પરંતુ માર્ચ એન્ડિંગ સુધીમાં ૫૧૩૫ કરોડ રૂપિયા એટલે કે ૯૮ ટકા ટાર્ગેટ પૂરો કર્યો હતો.નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦માં પાલિકાએ ૪૧૬૧ કરોડ રૂપિયા પ્રૉપર્ટી ટૅક્સરૂપે વસૂલ કર્યા હતા.પાલિકા ના સૂત્રો ના જણાવ્યા મુજબ ,ટેક્સ ની કુલ રકમ માંથી સૌથી વધારે રૂપિયા પશ્ચિમ ઉપનગર ક્ષેત્ર ,તળ મુંબઈ ક્ષેત્ર અને પૂર્વ ઉપનગર ક્ષેત્ર માંથી પ્રાપ્ત થયા હતા. 
        થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ પ્રૉપર્ટી ટૅક્સ ગયા વર્ષ કરતાં વધારે વસૂલ થયો છે.થાણે પાલિકાના જણાવ્યા મુજબ  ગયા વર્ષે ટીએમસીએ ૫૦૨ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કર્યો હતો. પ્રૉપર્ટી ટૅક્સ ન ચૂકવવા બદલ ટીએમસી દ્વારા ૪૩૧૨ મિલકત સીલ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version