Site icon

BMC કમિશનરનું નાક કપાયું, દાવો કર્યો હતો કે PFIZER કંપની વેક્સિન આપશે; પણ કંપનીએ આ નિવેદન આપ્યું….. જાણો વિગત

જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

Join Our WhatsApp Community

મુંબઈ, 27 મે 2021

ગુરુવાર

કોવિડની વેક્સિન માટે પૂરી પાડવા PFIZER તરફથી પણ બીડ આવી છે, એવો BMCના કમિશનર ઇકબાલસિંહ ચહલે દાવો કર્યો છે. જોકે PFIZERએ વેક્સિન માટે તેઓએ કોઈ બીડ કરી ન હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. એથી આ બંનેમાંથી  કોણ સાચું એવો સવાલ થઈ રહ્યો છે.

બીડને લઈને PFIZER ફાર્માસ્યુટિકલ કંપનીએ સ્પષ્ટતા કરી છે. PFIZER કે તેમની સાથે ગ્લોબ્લ સ્તરે જોડાયેલી કોઈ પણ કંપનીએ PFIZER-BioTech કોવિડ વેક્સિનને ઇમ્પૉર્ટ-એક્સપૉર્ટ કરવાની મંજૂરી આપી નથી તેમ જ કોઈને પણ ડ્રિસ્ટ્રિબ્યુટર તરીકે નીમ્યા નથી.

PFIZER  ફાર્માસ્યુટિકલ કંપનીએ એમ પણ કહ્યું હતું તેઓ ફક્ત કેન્દ્ર સરકાર અને નૅશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચલાવતી સુપ્રા નૅશનલ ઑર્ગેનાઇઝેશન સાથે જ ડીલ કરે છે. તેમની ચર્ચા ફક્ત કેન્દ્ર સરકાર સાથે ચાલી રહી છે.

ભારતને 5 કરોડ વેક્સિનના ડોઝ આપવા તૈયાર ફાઇઝર, પરંતુ કંપનીએ ભારત સરકાર સામે મૂકી છે આ શરત; જાણો વિગતે…

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વેક્સિનેશન ઝુંબેશ ઝડપી બનાવવાની પાલિકાની યોજના છે. મુંબઈને એક કરોડ વેક્સિનની આવશ્યકતા છે. એ માટે ગ્લોબલ સ્તરે વેક્સિન પૂરી પાડવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. બીડ કરવાના છેલ્લા દિવસે એટલે કે 25 મેના  BMC વેક્સિન પૂરી પાડવા માટે આઠ કંપનીઓએ રસ બતાવ્યો છે. એમાં સાત કંપની સ્પૂટનિક વેક્સિન માટે અને PFIZER વેક્સિન પૂરી પાડવા માટે એક બીડ આવી છે, એવો BMCના કમિશનર ઇકબાલસિંહ ચહલે દાવો કર્યો હતો.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version