મહારાષ્ટ્રની વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનો સનસનીખેજ આરોપ, ગાયક સોનુ નિગમ ને પાલિકા કમિશનરના પરિવારજન ધમકાવે છે. મૂકી છે આ માગણી.

News Continuous Bureau | Mumbai

મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અમિત સાતમે મહારાષ્ટ્રની વિધાનસભામાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમિત સાતમે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પર આરોપ લગાડયો છે કે ઇક્બાલ સિંહ ચહલના નજીકના સગા  ગાયક સોનુ નિગમ ને ધમકાવી રહ્યા છે. તેણે વિધાનસભામાં આરોપ કર્યો કે સોનુ નિગમ સામે માંગણી મૂકવામાં આવી છે કે તે એક મફત શો કરે.  સોનુ નિગમ જો મફતમાં શો નહીં કરે  તો તેના ઘરને તોડવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નોટીસ મોકલવામાં આવશે. તેમજ પાલિકાના કર્મચારીઓ તેની ઓફિસ અને ઘર તોડી પાડશે.  જોકે આ સમગ્ર વિષય સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ સમાચાર પણ વાંચો :  દુખદ સમાચાર. મુંબઈના ભાજપના સાંસદ સભ્ય મનોજ કોટકના પિતા નું નિધન થયું. શોકની લાગણી.

Exit mobile version