Site icon

આખરે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસક કામે લાગ્યા, વિકાસને લગતા આટલા પ્રસ્તાવ કર્યા મંજૂર; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની સાત માર્ચ 2022ના મુદત પૂરી થઈ જતા પાલિકામાં પ્રશાસકના હાથમાં કારભાર છે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલને જ પ્રશાસક તરીકે નીમવામાં આવ્યા છે. પ્રશાસક તરીકે નીમાઈને આજે મહીનો થયો છે, ત્યારે રહી રહીને તેમણે મુંબઈના વિકાસને લગતા પ્રસ્તાવને મંજૂરી આપવાનું ચાલુ કર્યું છે.

Join Our WhatsApp Community

ગયા અઠવાડિયામાં નાળાસફાઈના અને ખોદેલા રસ્તા પૂરવાના પ્રસ્તાવ મંજૂર કર્યા બાદ બુધવારે તેમણે વધુ આઠ પ્રસ્તાવ મંજૂર કર્યા હતા, જેમાં આરોગ્ય ખાતાના ત્રણ તો સ્ટોર્મ વોટર (વરસાદી પાણીનો નિકાલ) ડ્રેનેજ લાઈનના ચાર પ્રસ્તાવ મંજૂર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શું ઓમીક્રોનનો XE સબ વેરિઅન્ટ મુંબઈમાં મળ્યો?, મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહી આ વાત; જાણો વિગતે

ગયા અઠવાડિયાને નાળાસફાઈના અને ખોદી મૂકેલા રસ્તાને પૂરવાના પ્રસ્તાવ નિયમ બહાર જઈને મંજૂર કરવામાં આવ્યા હોવાના આરોપ થયા હતા. છતાં બુધવારે કમિશનરે સ્થાયી સમિતિએ જે 123 પ્રસ્તાવ રાખી મૂક્યા હતા, તેમાંથી 8 પ્રસ્તાવને મંજૂર કર્યા હતા.

પાલિકાની મુદત પૂરી થવા પહેલા સ્થાયી સમિતિમાં 380 પ્રસ્તાવ મંજૂરી માટે લાવવામાં આવ્યા હતા. તેથી 123 પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તેથી તેના પર પ્રશાસક તરીકે કમિશનર ઈકબાલસિંહ ચહેલે નિર્ણય લીધો હતો.

બુધવારે મંજૂર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આરોગ્ય ખાતાના અને ઓક્સિજન લિક્વિડયન પ્રસ્તાવ છે. તો બાકીના પ્રસ્તાવમાં મલાડ અને અંધેરીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના પ્રસ્તાવ છે. બહુ જલદી ટેન્ડર બહાર પાડીને તેના પર કામ ચાલુ કરવામાં આવવાનું છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version