Site icon News Continuous Bureau | Mumbai

કોવિડ દર્દીના સંપર્કમાં આવેલા નજીકના સંબંધીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કોરોનાના બદલાતા સ્વરૂપને કારણે પૉઝિટિવ દર્દીઓમાં લક્ષણો જણાતાં નથી. એથી ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે. એથી કોરોનાના દર્દીના નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિના ટેસ્ટનો રિપૉર્ટ આવે નહીં ત્યાં સુધી સંબંધિત વ્યક્તિને પણ  ક્વોરન્ટાઇન કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.

કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે. એમાં પાછું કોરોનાના બદલાતા સ્ટ્રેનને કારણે દર્દીની સંખ્યા પહેલાંની બે લહેર કરતાં વધુ હોવાની શક્યતા છે. એથી પાલિકા પ્રશાસને આરોગ્ય યંત્રણાને સતર્ક રાખી છે. સાથે જ હૉસ્પિટલમાં પલંગની સંખ્યા પણ વધારી છે. એમાં એક લાખ પલંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દવા તથા ઑક્સિજનનો સ્ટૉક પણ કરી લેવામાં આવ્યો છે.

શાબ્બાશ! કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં આટલા લાખ થયું વેક્સિનેશન; જાણો વિગત

એ સાથે જ કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે અસરગ્રસ્ત દર્દીના નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિને શોધવાની ઝુંબેશ વધુ ઝડપી કરી છે. એ મુજબ દર્દીના સંપર્કમાં આવેલી ઓછામાં ઓછી 15થી 20 વ્યક્તિઓના ટેસ્ટ તાત્કાલિક કરવામાં આવશે. જોકે ટેસ્ટના રિપૉર્ટ આવે નહીં ત્યાં સુધી સંબંધિત વ્યક્તિને પણ ક્વોરન્ટાઇન રહેવું પડશે. 

ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Exit mobile version