ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે તેને પગલે આગામી દિવસમાં કદાચ હોસ્પિટલ અને જંબો કોવિડ સેન્ટરમાં પણ દર્દી માટે જગ્યાએ ખૂટી પડશે એવો ડર મુંબઈ મહાનગર પાલિકાને સતાવી રહ્યો છે. તેથી પાલિકાએ મુંબઈના તમામ 24 વોર્ડમાં ક્વોરેન્ટાઇન સેન્ટર ઊભો કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં ત્રીજી લહેરના આગમના એંધાણ વચ્ચે 24 કલાકની અંદર જ કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી દિવસમાં મુંબઈના તમામ હોસ્પિટલમાં અને કોવિડ સેન્ટરમાં જગ્યા ખૂટી પડશે એવો ભય છે. તેથી પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈના તમામ 24 વોર્ડમાં કોવિડના દર્દીઓને ક્વોરન્ટાઇન થવા માટે કોવિડ કેર સેન્ટર ઉભા કરવાનો આદેશ આપ્યો છે.
મુંબઈના 24 વોર્ડમાં 500 વ્યક્તિની ક્ષમતાવાળું કોવિડ કેર સેન્ટર(CCC)2 ઊભું કરવામાં આવશે. જયાં લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને ક્વોરન્ટાઈન કરી શકાશે અને તેમને આવશ્યકતા મુજબ સારવાર પણ આપી શકાય. એ સિવાય પાલિકા કમિશનરે મુંબઈના તમામ વોર્ડની ઓફિસમાં વોર્ડ વોર રૂમમાં બે મહિના માટે ટ્રેની ડોકટરની સંખ્યા વધારવાનો આદેશ પણ આપ્યો છે. તેથી ઘરમાં જ ક્વોરન્ટાઈન રહેલા દર્દી સાથે આ ડોકટરો સંપર્ક કરીને તેમની તબિયત વિશે અપડેટ લેતા રહેશે. તમામ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં મનુષ્યબળ અને યંત્રણા, દવાનો અને ઓક્સિજનનો સ્ટોક પણ તાત્કાલિક કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે.
