News Continuous Bureau | Mumbai
BMC Election 2026 મુંબઈ મહાપાલિકાની ૨૨૭ બેઠકો માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ અત્યાર સુધીમાં ૧૩૫ થી વધુ એબી (AB) ફોર્મ આપ્યા છે, જેમાંથી ૯૦ થી વધુ નામોની પ્રાથમિક યાદી સામે આવી છે. બીજી તરફ, રાજ ઠાકરેની MNS ૫૨ બેઠકો પર લડી રહી છે. વિક્રોલી ના વોર્ડ ૧૨૩ માં શિવસેના UBT એ સુનીલ મોરે ને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેમની સામે શિંદે જૂથ છોડીને NCP (અજિત પવાર) માં જોડાયેલા ભારતી બાવદાણે પડકાર ફેંકશે. ભાજપ અને શિંદે સેનાની જોડીને ટક્કર આપવા માટે ઠાકરે બંધુઓએ જૂના જોગીઓ પર ભરોસો મૂક્યો છે.
શિવસેના UBT ના મુખ્ય ઉમેદવારો
વોર્ડ ૧૯૯: કિશોરી પેડણેકર (પૂર્વ મેયર)
વોર્ડ ૧૯૧: વિશાખા રાઉત
વોર્ડ ૩: રોશની ગાયકવાડ
વોર્ડ ૫૯: શૈલેષ ફણસે
વોર્ડ ૧૨૩: સુનીલ મોરે
વોર્ડ ૨૨૭: રેહાના ગફૂર શેખ
MNS (રાજ ઠાકરે) ના મુખ્ય ઉમેદવારો
વોર્ડ ૧૯૨: યશવંત કિલ્લેદાર
વોર્ડ ૨૨૬: બબન મહાડિક
વોર્ડ ૮: કસ્તુરી રોહેકર
વોર્ડ ૧૦: વિજય કૃષ્ણા પાટીલ
વોર્ડ ૨૧૪: મુકેશ ભાલેરાવ
આ સમાચાર પણ વાંચો : Raihan Vadra: પ્રિયંકા ગાંધીના ઘરે વાગશે શરણાઈ: પુત્ર રેહાન વાડ્રા ૭ વર્ષના ડેટિંગ બાદ કરશે લગ્ન; જાણો કોણ છે ગાંધી પરિવારની થનારી પુત્રવધૂ.
મુંબઈની સત્તા માટે ‘જાદુઈ આંકડો’
મુંબઈ મહાનગરપાલિકામાં બહુમતી માટે ૧૧૪ બેઠકો જીતવી અનિવાર્ય છે. આ વખતે જંગ ત્રિપાંખિયો છે: એક બાજુ મહાયુતિ (ભાજપ-શિંદે સેના), બીજી બાજુ ઠાકરે બંધુઓની યુતિ (UBT-MNS), અને ત્રીજી બાજુ અજિત પવારની NCP એકલા હાથે લડી રહી છે. મતદાન ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ થશે અને પરિણામ ૧૬ જાન્યુઆરીએ જાહેર થશે.
