Site icon News Continuous Bureau | Mumbai

BMC Election 2026: BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓની ઉમેદવાર યાદી જાહેર: ઉદ્ધવ ઠાકરેના ૧૩૫ અને રાજ ઠાકરેના ૫૨ ઉમેદવારો મેદાનમાં.

શિવસેના UBT અને MNS ની યુતિથી મહાયુતિના સમીકરણો બગડ્યા; કિશોરી પેડણેકર, વિશાખા રાઉત અને યશવંત કિલ્લેદાર જેવા દિગ્ગજોને મળી ટિકિટ.

BMC Election 2026 BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓની ઉ

BMC Election 2026 BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓની ઉ

News Continuous Bureau | Mumbai

BMC Election 2026  મુંબઈ મહાપાલિકાની ૨૨૭ બેઠકો માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એ અત્યાર સુધીમાં ૧૩૫ થી વધુ એબી (AB) ફોર્મ આપ્યા છે, જેમાંથી ૯૦ થી વધુ નામોની પ્રાથમિક યાદી સામે આવી છે. બીજી તરફ, રાજ ઠાકરેની MNS ૫૨ બેઠકો પર લડી રહી છે. વિક્રોલી ના વોર્ડ ૧૨૩ માં શિવસેના UBT એ સુનીલ મોરે ને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેમની સામે શિંદે જૂથ છોડીને NCP (અજિત પવાર) માં જોડાયેલા ભારતી બાવદાણે પડકાર ફેંકશે. ભાજપ અને શિંદે સેનાની જોડીને ટક્કર આપવા માટે ઠાકરે બંધુઓએ જૂના જોગીઓ પર ભરોસો મૂક્યો છે.

Join Our WhatsApp Channel

શિવસેના UBT ના મુખ્ય ઉમેદવારો

વોર્ડ ૧૯૯: કિશોરી પેડણેકર (પૂર્વ મેયર)
વોર્ડ ૧૯૧: વિશાખા રાઉત
વોર્ડ ૩: રોશની ગાયકવાડ
વોર્ડ ૫૯: શૈલેષ ફણસે
વોર્ડ ૧૨૩: સુનીલ મોરે
વોર્ડ ૨૨૭: રેહાના ગફૂર શેખ

MNS (રાજ ઠાકરે) ના મુખ્ય ઉમેદવારો

વોર્ડ ૧૯૨: યશવંત કિલ્લેદાર
વોર્ડ ૨૨૬: બબન મહાડિક
વોર્ડ ૮: કસ્તુરી રોહેકર
વોર્ડ ૧૦: વિજય કૃષ્ણા પાટીલ
વોર્ડ ૨૧૪: મુકેશ ભાલેરાવ

આ સમાચાર પણ વાંચો : Raihan Vadra: પ્રિયંકા ગાંધીના ઘરે વાગશે શરણાઈ: પુત્ર રેહાન વાડ્રા ૭ વર્ષના ડેટિંગ બાદ કરશે લગ્ન; જાણો કોણ છે ગાંધી પરિવારની થનારી પુત્રવધૂ.

મુંબઈની સત્તા માટે ‘જાદુઈ આંકડો’

મુંબઈ મહાનગરપાલિકામાં બહુમતી માટે ૧૧૪ બેઠકો જીતવી અનિવાર્ય છે. આ વખતે જંગ ત્રિપાંખિયો છે: એક બાજુ મહાયુતિ (ભાજપ-શિંદે સેના), બીજી બાજુ ઠાકરે બંધુઓની યુતિ (UBT-MNS), અને ત્રીજી બાજુ અજિત પવારની NCP એકલા હાથે લડી રહી છે. મતદાન ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ થશે અને પરિણામ ૧૬ જાન્યુઆરીએ જાહેર થશે.

 

Yellow Alert Issued For MMR સમગ્ર MMR માટે 34 ઓક્ટોબરે ‘યલો એલર્ટ’ જારી છૂટાછવાયા વિસ્તારોમાં આકરી ગરમી અને અસહ્ય બફારાની IMD દ્વારા ચેતવણી
Mumbai CJP Shivaji Park Protest Tragedy CJP ના પ્રદર્શન દરમિયાન કરુણ ઘટના શિવાજી પાર્ક ખાતે અચાનક તબિયત લથડતાં વૃદ્ધ ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલાં દમ તોડ્યો
IIT Bombay Student Sahil Wakode Death Case IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મોત પાછળનું રહસ્ય શું? પ્રોફેસર ડૂલાની ૧૦ કલાક કડક પૂછપરછ આરોપો નકાર્યા
Dharavi Experience Centre નવા રંગરૂપમાં સજશે ધારાવી, હાઈટેક એક્સપિરિયન્સ સેન્ટર શરૂ; ભવિષ્યના મોડેલ ફ્લેટ્સ અને આધુનિક સુવિધાઓનું લાઈવ પ્રદર્શન
Exit mobile version