Site icon

Sheetal Devrukhakar Sheth: આદિત્ય ઠાકરેના ‘જમણા હાથ’ સમાન શીતલ દેવરુખકરનો છેડો ફાડ્યો! ૨૨ વર્ષ જૂનો સંબંધ તોડી ભાજપમાં જોડાશે

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજગી; 'ભારે હૈયે પક્ષ છોડું છું' કહીને ઉદ્ધવ ઠાકરેને મોકલ્યું રાજીનામું

Sheetal Devrukhakar Sheth આદિત્ય ઠાકરેના 'જમણા હાથ' સમાન શીતલ દેવરુખકરનો છેડો ફાડ્યો! ૨૨ વર્ષ જૂનો સંબંધ

Sheetal Devrukhakar Sheth આદિત્ય ઠાકરેના 'જમણા હાથ' સમાન શીતલ દેવરુખકરનો છેડો ફાડ્યો! ૨૨ વર્ષ જૂનો સંબંધ

News Continuous Bureau | Mumbai
Sheetal Devrukhakar Sheth મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની ટિકિટ વહેંચણી બાદ ઠાકરે જૂથમાં ભડકો થયો છે. યુવાસેનાની કોર ટીમના સભ્ય અને આદિત્ય ઠાકરેના વિશ્વાસુ ગણાતા શીતલ દેવરુખકર શેઠે પક્ષના તમામ પદો અને સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ૨૦૦૩થી શિવસેનામાં સક્રિય રહેલા શીતલ શેઠ વોર્ડ નંબર ૫૧ માંથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા, પરંતુ પક્ષે તેમને તક ન આપતા આખરે તેમણે ‘જય મહારાષ્ટ્ર’ કરી લીધું છે.

૨૨ વર્ષની વફાદારીનો અંત

શીતલ દેવરુખકર શેઠે ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેમણે છેલ્લા ૨૨ વર્ષથી પક્ષ માટે પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યું છે. જોકે, હવે વ્યક્તિગત કારણોસર તેઓ ભારે હૈયે રાજીનામું આપી રહ્યા છે. આદિત્ય ઠાકરે માટે આ એક અંગત ફટકો માનવામાં આવે છે કારણ કે શીતલ શેઠ મુંબઈ યુનિવર્સિટીના સિનેટ સભ્ય તરીકે પણ યુવાસેનાનો મજબૂત ચહેરો હતા.

Join Our WhatsApp Community

ભાજપમાં જોડાવાની તૈયારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, શીતલ શેઠ ટૂંક સમયમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણની હાજરીમાં વિધિવત રીતે ભાજપનો કેસરીયો ધારણ કરશે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ તેમને મહત્વની જવાબદારી સોંપી શકે છે. ખાસ કરીને ગુજરાતી અને મરાઠી મતદારોના સમીકરણોમાં શીતલ શેઠ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Ahilyanagar Municipal Election 2026: અહિલ્યાનગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: શિંદે સેનાના ૫ ઉમેદવારો રેસમાંથી બહાર, જાણો કયા કારણોસર ફોર્મ રદ થયા અને હવે શું છે રણનીતિ?.

આદિત્ય ઠાકરેની ટીમમાં ભંગાણ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આદિત્ય ઠાકરેની પોતાની ‘કોર ટીમ’ માંથી નેતાઓનું જવું પક્ષ માટે ચિંતાનો વિષય છે. શીતલ શેઠ પહેલા પણ અનેક નેતાઓએ પક્ષ છોડ્યો છે, પરંતુ આ રાજીનામું સીધું જ આદિત્ય ઠાકરેના નેતૃત્વ અને ટિકિટ વહેંચણીની પદ્ધતિ પર સવાલ ઉભા કરે છે.

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version