Site icon News Continuous Bureau | Mumbai

હાશ- મુંબઈમાં દુકાનોના બોર્ડ મરાઠીમાં લખવાને લઈને BMC એ વધારી આપી આટલી મુદત- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની હદમાં આવેલી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ નામના બોર્ડ મરાઠી(Shop name board in Marathi)માં દેવનાગરી લિપિમાં લખવાની મુદત આખરે વધારી આપવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકા(BMC) એ કરી છે. હવે 30 સપ્ટેમ્બર, 2022 સુધીની મુદત માં બોર્ડ વધારી આપવામાં આવી છે. ત્યાર બાદ પણ જો મરાઠીમાં નામ નહીં કર્યા તો આકરા પગલાં લેવાની ચેતવણી પાલિકાએ આપી છે.

Join Our WhatsApp Channel

પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ખાતાએ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ ના નામ મરાઠીમાં દેવનાગરી લિપિમાં લખવા માટે અગાઉ 30 જૂન, 2022 સુધીની મુદત વધારી આપી હતી. જોકે મુંબઈના વેપારી વર્ગ, હોટલ અસોસિયેશનો(Hotel association)એ આ મુદત વધારી આપવાની સતત માગણી પાલિકા કમિશનર ઈકબાલ સિંહ(BMC Commissioner Igbal singh Chahal) સમક્ષ કરી રહ્યા હતા. તેથી ભારે ચર્ચા બાદ આખરે પાલિકા પ્રશાસને 3 મહિનાની મુદત વધારી આપવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : ભાજપ અને શિવસેનાના નેતાઓની ધડકન તેજ થઈ ગઈ- નવી કેબિનેટ હવે આ તારીખ પછી બનશે

મહારાષ્ટ્ર સરકારે 17 માર્ચ, 2022માં બહાર પાડેલા જીઆર મુજબ  મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ ના નામ દેવનાગરી લિપિમાં મોટા અક્ષરે લખવા જરૂરી છે. બીજી ભાષા કરતા પહેલા મરાઠીમા તે પણ વંચાય તેવા અક્ષરે નામ રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પાલકાએ પણ તે મુજબ મુંબઈમાં તેનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બોર્ડના નામ બદલવા માટે મુદત ઓછી, કારીગર ઓછા તેમ જ ચોમાસાનો સમય હોવા જેવી સમસ્યાને વેપારી વર્ગ દ્વારા રજૂઆત કરવામાં આવતા પ્રશાસને તેમની માગણીનો સ્વીકાર કર્યો છે.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version