Site icon News Continuous Bureau | Mumbai

આર્થિક રીતે ખખડી ગયેલી BMC પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ. ટેક્સ વસૂલવા માત્ર અઠવાડિયાનો સમય રહ્યો બાકી…. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં માત્ર છ દિવસનો સમય બચ્યો છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના નિર્ધારિત કરેલો પ્રોપર્ટી ટેક્સ લોકો પાસેથી વસૂલ કરી શકી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકે 6,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

Join Our WhatsApp Channel

પાલિકાના એસેસમેન્ટ ખાતાના જણાવ્યા મુજબ 23 માર્ચ 2022 સુધી પાલિકા ફક્ત 4852.91 કરોડ રૂપિયા જેટલો જ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી છે. આ સમયગાળામાં ગયા વર્ષ કરતા 751 કરોડ રૂપિયા વધુ વસૂલ કર્યા છે, છતાં પોતાનો લક્ષ્યાંક પૂરો કરવામાં સફળ થઈ શકી નથી. 

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! માત્ર 42 વર્ષમાં આ ચોરટાએ જેલ જવામાં પણ હાફ સેન્ચુરી કરી.. જાણો વિગતે

ચાલુ વર્ષમાં ટેક્સ વસૂલીનું લક્ષ્યાંક 1,000 કરોડ રૂપિયાથી ઘટાડી દીધી હતું અને 2021-22 માટે 6,000 કરોડ રૂપિયાનું લક્ષ્યાંક રાખ્યું છે. હવે વર્ષ પૂરું થવામાં ગણીને અઠવાડિયાનો સમય બચ્યો છે ત્યારે પાલિકાના અધિકારીના કહેવા મુજબ  છેલ્લા દિવસે ટેક્સ ભરનારાઓની સંખ્યા મોટી હોય છે. તેથી અઠવાડિયામાં મોટાભાગનો ટેક્સ વસૂલ થઈ જશે એવી આશા છે.

અહીં ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે ગયેલા પાલિકાના અધિકારી અને કર્મચારીને ગુરુવારે ફોર્ટમાં એક કંપનીના માલિક દ્વારા માર મારવામાં આવ્યા હતા. આરોપી સામે માતા રમાબાઈ આંબેડકર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. 

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version